પરાગ સંગતાણી (વેરાવળ) : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) જૂનાગઢ વિભાગ દ્વારા સોમનાથ-મુંદ્રા વચ્ચે સ્લીપર કોચ બસ શરૂ કરી છે. વેરાવળ ડેપો દ્વારા સોમનાથથી (Somnath) મુંદ્રા રૂટની શરૂ કરેલી બસનું ઓનલાઈન બુકિંગ (Online Booking) નહીં થતા અભિનેત્રી રાજશ્રી મીના પંજાબી એ તંત્રને રજૂઆત કરી હતી.
આ રૂટની સ્લીપર કોચ એસ.ટી. બસ સોમનાથ થી સાંજે ૬:૩૦ કલાકે ઉપડશે જે વેરાવળ-કેશોદ-જુનાગઢ-જેતપુર-રાજકોટ-મોરબી-સામખ્યાળી-ગાંધીધામ થઈ મુંદ્રા વહેલી સવારે ૭ વાગ્યા આસપાસ પહોંચશે. જેનુ સિટીંગ ભાડુ રૂપિયા ૨૭૫ અને સોફાના ૮૦ વધુ એટલે રૂપિયા ૩૫૦ આસપાસ રહેશે. જે બસના (Bus) ડીઝીટલ રૂટબોર્ડની સુવિધાઓ મુંબઈ વસઈ સ્થિત અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી એ આપેલી અને આ બસ શરૂ થયેલ. પરંતુ આ બસ માટે હજૂ સુધી ઓનલાઇન ટિકિટ વહેંચણી થતી ન હોય લોકોને આ બસની જાણકારી ઓછી છે. જેથી આ બસનું બુકિંગ ઓનલાઇન મૂકવામાં આવે તો એસ.ટી તંત્રને વધુ આવક થાય તેવું જણાઈ રહ્યું છે.