ખેડૂત સહાય યોજના, આઇ ખેડૂત પોર્ટલ યોજના 2022 : ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન – સોલાર લાઈટ ટ્રેપ યોજના Gujarat Solar Light Trap Yojana 2022 ikhedut portal : રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ખેડૂત અને ખેતી લક્ષી યોજનાઓ ચાલી રહી છે. જેમાં કેટલાક સાધનો પર સહાય અને સબસીડી તેમજ વાર્ષીક સહાય પણ આપવામાં આવે છે. પરંતુ ખેડૂતો મોટી યોજનાઓનોની જ માહિતી હોય નાની યોજનાના લાભ ઓછો લેતા હોય છે. એવી જ એક યોજના છે સોલાર લાઈટ ટ્રેપ સહાય યોજના. આ યોજના માટે અરજીનો અંતિમ દિવસ Solar Light Trap Last Date 21 માર્ચ 2022 એકદમ નજીક આવી ગયો છે. ત્યારે ખેડૂતો માટે આ અહેવાલ ઉપયોગી થઈ પડશે.
સોલાર લાઈટ ટ્રેપ માટે આર્થિક સહાય Solar Light Trap Yojana
ખેડૂતોની મહિનાઓની મહેનત પર જંતુઓની સમસ્યા પાણી ફેરવી દેતી હોય છે. ત્યારે ખેડૂતોને પાક બચાવવા સતત ઉપાયો કરતા રહેવા પડે છે. ત્યારે બાગાયતી પાકોમાં સુર્યના પ્રકાશ વડે ચાલતા સોલાર લાઈટ ટ્રેપ ખુબ લોકપ્રીય છે. ત્યારે સરકારે આ સાધન વસાવવા માટે પણ ખેડૂતોને આર્થિક સહાયની શરૂઆત કરી છે. જેમાં ખેડૂતોને આ સોલાર લાઈટ ટ્રેપની ખરીદી કરવા માટે આર્થિક સબસીડની યોજનાનો લાભ મળી શકે છે.
Solar Light Trap Yojana યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે અને ક્યાં કરવી
આ સરકારી યોજનાનો લાભ કોને મળે ?
સોલાર લાઈટ ટ્રેપ સબસીડીની સરકારી યોજનો લાભ ગુજરાત રાજ્યના ખેડૂનો મળી શકે છે.
આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતો ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ તેમજ પોતાની જમીનનું 7/12 ના ઉતારા ની નકલ તેમજ રેકર્ડ હોવું જોઈએ. 7/12 સાત બાર ની નકલ ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે. આ માટે સત્તાવાર વેબસાઈટ Anyror પર જવાનું રહેશે.
આ સરકારી યોજના Solar Light Trap Scheme માં કેટલી સહાય મળશે ?
આ યોજનામાં SC/ST ખેડૂતોને સોલાર લાઈટ ટ્રેપની કિંમતના 90 ટકા અથવા રૂપિયા 4500ની મર્યાદામાં જે ઓછું હોય તે સબસીડી મળવા પાત્ર છે.
જ્યારે અન્ય ખેડૂતોને આ લાભ 70 ટકા અથવા રૂપિયા 3500ની મર્યાદામાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
આ સરકારી યોજનાની વેબસાઈટ
સોલાર લાઈટ ટ્રેપની યોજના માટે ikhedut portal સરકારી સત્તાવાર વેબસાઈટ છે. જેના પર જઈ ખેડૂતો યોજનાનો લાભ લેવા ઈચ્છે તો અરજી કરી શકે છે. જેના માટે વેબસાઈટની લીંક આ પ્રમાણે છે. https://ikhedut.gujarat.gov.in/ અથવા ગૂગલ પર સર્ચ Google Search પર ikhedutl Portal 2022 ટાઈપ કરી સર્ચ પણ કરી શકાય છે.
યાદ રાખજો કે આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરવી પડે છે. જે અરજી કરવાની અંતિમ તારીખ 21 માર્ચ 2022 છે, ટુંકમાં એકદમ નજીકની તારીખ હોય ઉતાવળે અરજી કરવી જોઈએ.
આ સરકારી યોજનાની અરજી કેવી રીતે કરવી FAQ’s of Solar Light Trap Scheme ?
રાજ્યના ખેડૂતોને સરકારી યોજનાની માહિતી ikhedut Portal New List મળતી રહે તેમજ લોકો સરળતાથી અરજી Ikhedut Online Arji કરી શકે માટે સરકારે ikhedut portal બનાવ્યું છે. જેમાં ખેડૂતોને લગતા લગભગ કામ ઓનલાઈન થઈ શકે છે, આ યોજના માટે પણ ત્યાંજ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ પોર્ટલ પર માત્ર સોલાર લાઈટ ટ્રેપની યોજના જ નહીં પણ દરેક ખેડૂતલક્ષી યોજનાનું રજીસ્ટ્રેશન કરાતું હોય છે.
કયા દસ્તાવેજ Document ની પડશે જરૂર ? Required Document Of Solar Light Trap Yojana
તમારી જમીનની 7-12ની નકલ
રેશનકાર્ડની કૉપી
આધારકાર્ડની કૉપી
SC અથવા ST કેટેગરીના ખેડૂત હોવ તો તેનું સર્ટિફિકેટ
ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
બેંક ખાતાની પાસબુક
મોબાઈલ નંબર
કઈ રીતે કરશો ઓનલાઈન અરજી Ikhedut Online Arji ?
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ઘેર બેઠા જાતે જ ઓનલાઈન અરજી કરી શકે છે
STEP-1
ગૂગલ સર્ચ કરીને ikhedutl Portal 2022 ની વેબસાઇટ ખોલવી અને તેમાં ‘યોજના’ પર ક્લિક કરવું.

STEP-2
યોજના પર ક્લિક કર્યા બાદ ‘ખેતીવાડી યોજનાઓ’ પર ક્લિક કરવું જે બાદ અનેક યોજનાઓ ખુલશે, તેમ સોલાર લાઇટ ટ્રેપ પર ક્લિક કરવું.

STEP-3
યોજનાની માહિતી વાંચ્યા બાદ અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે. જે બાદ જો પહેલાથી જ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ હશે તો હા અને ન કર્યું હોય તો પહેલા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને તે બાદ આગળની પ્રક્રિયા કરી શકાશે.

STEP-4
પહેલેથી જ રજીસ્ટ્રેશન કરેલ હશે તો જે તે ડોક્યુમેન્ટ સબમિટ કરાવીને એપ્લિકેશન સેવ કરવાનું રહેશે.

STEP-5 ફરીથી આખી અરજી વાંચીને એપ્લિકેશન કન્ફર્મ કરવાનું રહેશે, જેની પ્રિન્ટ પણ મેળવી શકાય છે

Virol Funny Comedy વાયરલ વિડીયો Viral Videos Today જોવા માટે અહિં ક્લિક કરો.
વીડિયો- દુલ્હા-દુલ્હન બાખડી પડતા લગ્ન મારામારીમાં ફેરવાયા
વિડીયો- આટલો મહાકાય અજગર ! રસ્તો ઓળંગતો અજગર જોઈ ચોંકી જશો
વિડીયો- લાશને બેઠી કરવા પોસ્ટમોર્ટમ રૂમ પર જઈ ધમપછાડા કરતા વીડિયો વાયરલ
આજના તાજા સમાચાર ગુજરાત– Gujarat News
લવીવ પર રશિયાનો મિસાઈલ હુમલો, વાંચો યુધ્ધના મોટા 10 સમાચાર
ભારતને જવાબ આપવામાં પાકિસ્તાનનું થયું ‘સુરસુરીયું’ ?
ગુજરાતમાં શિક્ષણ બાબતે મહત્વના સમાચાર, શિક્ષણ મંત્રીએ ગૃહમાં કરી જાહેરાત