Homeગુજરાતજામનગરજામનગરમાં વેપારીના બંધ મકાનમાંથી લાખોની માલમતાની તસ્કરી

જામનગરમાં વેપારીના બંધ મકાનમાંથી લાખોની માલમતાની તસ્કરી

-

જામનગર ન્યુઝ : જામનગર શહેર (Jamnagar City)ના કાલાવડ નાકા બહાર આવેલા પટ્ટણી વાડ વિસ્તારમાં વેપારીના મકાનમાં તસ્કરોએ હાથ અજમાવી રૂપિયા 75 હજાર રોકડ તેમજ 6.65 લાખનું સોનું ચોરી કર્યાના અહેવાલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર શહેરના પટ્ટણી વાડ (Pattani Vad) વિસ્તારમાં ખંભોત્રી ફળીમાં વેપારી ઉવેશ બશીરભાઈ લુસવાલાના બંધ મકાનમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. તસ્કરો વેપારીના મકાનમાં સાંજના 5 થી રાત્રિના 10 વાગ્યા વચ્ચે ઘુસ્યા હોવાનો અંદાજ છે. તસ્કરોએ ઘરને મારેલું તાળુ કાપી અંદર પ્રવેશ કર્યો હતો.

મકાનમાં ઘુસેલા તસ્કરોએ કબાટના તાળા તોડી અંદર રાખેલા સોનાના ઘરેણા અને રોકડ રકમની ચોરી કરી હતી. તસ્કરોએ વેપારીના મકાનમાં હાથફેરો કરી કુલ રૂપિયા 6.65 લાખની કિંમતના સોરના દાગીના તેમજ રૂપિયા 75 હજાર રોકડ ચોરી કરી હતી. ચોરે વેપારીના ઘરમાં રૂપિયા 7 લાખ 40 હજારની માલમત્તા ચોરી થઈ હતી.

તસ્કરીની ઘટના મામલે મકાનના માલિક વેપારી ઉવેશભાઈએ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનાશોધક શ્વાન તથા એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. જો કે, પોલીસના પ્રાથમિક તારણમાં ચોરી કરનાર કોઇ જાણભેદુ હોવાની આશંકાએ તે દિશામાં તપાસ આરંભી હતી.

વધુ વાંચો- જામનગરના સિક્કા પાટિયા પાસે આવેલી Allanto Hotel માં આગ લાગી

Must Read