Homeવાયરલ ખબરસરપંચે મહિલાને અર્ધ નગ્ન હાલતમાં માર માર્યાનો વિડીયો વાયરલ: સીતામઢી

સરપંચે મહિલાને અર્ધ નગ્ન હાલતમાં માર માર્યાનો વિડીયો વાયરલ: સીતામઢી

-

વાયરલ વિડીયો : બિહારના સીતામઢી (Sitamarhi) મહિલાઓ પર અત્યાચારના મામલા (Crime In Sitamarhi) ઝડપથી વધી રહ્યા છે. તાજેતરના કિસ્સામાં, જિલ્લાના બૈરગનિયા બ્લોકની પરસૌની પંચાયતની એક મહિલાને અર્ધ નગ્ન અવસ્થામાં જાહેરમાં માર મારતા શખ્સોનો વિડીયો Viral Video સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાયરલ થઈ રહેલા વિડીયો મામલે પીડિત મહિલાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને જણાવ્યું છે કે, સ્થાનિક સરપંચે અને તેના મળતીયાઓએ સાથે મળીને તેણીને માર માર્યો (Mukhiya violance with Woman In Sitamarhi) હતો. અહેવાલો પરથી માલૂમ પડે છે કે મામલો ગત શનિવાર એટલે કે 13 ઑગસ્ટનો છે. જેમાં પરસૌની પંચાયત (Parsauni Panchayat)ના વર્તમાન પ્રમુખ બદ્રી સિંહ યાદવ પર મહિલા સાથે અભદ્ર વર્તન કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

આ સમગ્ર મામલે જ્યારે સરપંચને તેમનો પક્ષ જાણવા માટે એક મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, મારા દ્વારા કોઈ અભદ્રતા કરવામાં આવી નથી, હું દરમિયાનગીરી કરવા ગયો હતો, તમે વિડીયોમાં જોઈ શકો છો, જ્યારે વાયરલ વિડીયોમાં , સરપંચ દ્વારા મહિલા સાથે મારપીટ કરવામાં આવી રહી છે.

વિડીયો- જાણો દેશના તિરંગા રાષ્ટ્રધ્વજનો ઈતિહાસ અને રોચક માહિતી

જૂઓ વાયરલ વિડીયો Viral Video

એક અહેવાલમાં જણાવ્યા મુજબ સ્થાનિક સ્ટેશનના સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ મીટિંગમાં છે, તેમને આ બાબતની જાણ નથી.

મહિલાની મારપીટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેની તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે પીડિતા પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે અરજી કરી છે. પીડિત મહિલાએ પોલીસ સ્ટેશનમાં આજીજી કરી આરોપીઓ વિરૂધ્ધ પગલા લઈ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક પુરૂષ પહેલા એક અર્ધ નગ્ન હાલતમાં રહેલી મહિલા સાથે મારપીટ કરે છે અને કેટલાક લોકો મહિલાને બચાવી રહ્યા છે, ત્યાં અન્ય એક પુરુષ મહિલાને લાકડીથી મારવાનું શરૂ કરી દે છે. સત્યમંથન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોની પુષ્ટી કરતું નથી.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...