36 C
Ahmedabad

આ તારીખથી દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ

Published:

Single Use plastic અમદાવાદ : સમગ્ર વિશ્વ પ્રદૂષણ અને પ્લાસ્ટિકથી પરેશાન છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક [Single Use Plastic]ના કારણે પર્યાવરણને થતી વિપરીત અસરો પર ખુબ ગંભીર થઈ રહી છે. ત્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિક કોથળી, પાણીની બોટલ જેવા પદાર્થો જળ, વાયુ અને જમીનને પણ ખરાબ કરવા સાથે જીવસૃષ્ટી માટે પણ ખતરો પેદા કરી રહ્યાં છે. ત્યારે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક એડવાઈઝરી જાહેર કરી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઉત્તરોત્તર બંધ કરવાની સલાહ આપી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સરકારનું કહેવું છે કે, કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ અને પર્યાવરણ મંત્રાલયના આદેશ અનુસાર દેશના 4,704 માંથી 2,591 શહેરી સ્થાનિક એકમોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકને પ્રતિબંધિત કરી રાખેલા છે. બાકી રહેતા 2,100 કરતા વધારે એકમો 30 જૂન સુધીમાં કોઈ પણ રીતે પ્રતિબંધ લાગુ કરે.

વધુ વાંચો- આ ખેડૂત ગામે-ગામ ફરી મફત કાપડની થેલી વિતરણ કરે છે ! કારણ જાણી સલામ કરશો…

કેન્દ્ર સરકારની એડવાઈઝરીમાં 30 જૂન સુધીમાં કાર્યવાહી શરૂ કરવાનું જણાવાયું છે. મહત્વની બાબત છે કે ખાસ કરી પ્લાસ્ટિકની કોથળી અને પાણીની બોટલના કચરાની સફાઈ બાબતે મોટાપાયે અભિયાન ચલાવવા જણાવાયું છે.

પ્રતિબંધોને લાગુ કરવા મામલે કડક વલણ અખ્તાયાર કરવા પણ એડવાઈઝરીમાં જણાવાયું છે. નિયમો અને પ્રતિબંધો લાગુ પાડવામાં આનાકાની કરવા બદલ દંડ પણ ફટકારવાની સલાહ આપવામાં આવી છે.

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નાબૂદ નિયમ 2021 અનુસાર 75 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકની કેરી બેગના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ કે આયાક કે ઉપયોગ પર 30 સપ્ટેમ્બરથી 2021થી પ્રતિબંધ લાગુ થયેલ છે.

Related articles

Recent articles