Homeગુજરાતકેનેડા જવા પતિ પાસે 42 લાખનો ખર્ચ કરાવ્યો કેનેડા પહોંચી પતિને કહ્યું...

કેનેડા જવા પતિ પાસે 42 લાખનો ખર્ચ કરાવ્યો કેનેડા પહોંચી પતિને કહ્યું અલવિદા પછી શું થયું જાણો

-

સેલવાસ : વડોદરા શહેરની એક યુવતીએ સેલવાસના યુવક સાથે લગ્ન કરી કેનેડા Canada જવા લાખોની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં વડોદરાની યુવતીએ રૂપિયા યુવક સાથે લગ્ન કરી રૂપિયા 42.55 લાખ પડાવી કેનેડા જવાની પ્રક્રિયા કરાવી હતી. બાદમાં કેનેડા જઈ પતિને પણ તરછોડી દેતા સમગ્ર મામલો સેલવાસ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

ફરિયાદ મુજબ ઘટના એવી છે કે, સેલવાસની ફાધર સ્કૂલ પાસે આવેલા ગુરૂકૃપા બિલ્ડિંગમાં રહેતા સુરજ ભાવસાર નામના યુવકે વડોદરા Vadodara ની વિશ્વામિત્રી ટાઉનશીપમાં રહેતી યુવતી નમ્રતા ભાવસાર સાથે લગ્ન કર્યા હતા. મૈત્રી પરિચય કેળવાતા બંને પરિવારની સહમતીથી યુવક-યુવતી લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. લગ્ન બાદ યુવતી સેલવાસ રહેતી હતી દરમિયાન પતિ સુરજને કેનેડા જઈ શાંતિથી જીવન પસાર કરવાના સપના બતાવ્યા હતા. પતિને આ પ્રકારે કેનેડા જવા માટે પ્રોસેસ માટે મનાવી નમ્રતાએ ડિસેમ્બર માસમાં 2018-19ના માર્ચ મહિના સુધી અમદાવાદની ગેપ્સી કન્સલ્ટન્સીને પૈસા આપ્યા હતા. પરંતુ અહિં તેનું કામ બન્યું ન હતું.

બાદમાં તેમણે કેનેડા જવા માટેની પ્રક્રિયા કરવા વડોદરાની તિરૂપતિ ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ પ્રા.લી. નામની કંપની પાસે કરાવ્યું હતું. જ્યાંથી કામ કરાવી યુવતિ કેનેડા પહોંચી હતી અને નોકરી કરવા લાગી હતી. દરમિયાન પતિ સુરજ પણ કેનેડા ગયો હતો. પણ જ્યારે પતિ ત્યાં પહોંચ્યો ત્યારે સુરજ સાથે પત્નીના સબંધ પર પુર્ણ વિરામ લાગી જતા તે પરત ભારત ફર્યો હતો. પતિને છેતરાયો હોવાની માહિતી મળતા તે માનસિક રીતે હતાશ થઈ ગયો હતો.

પોલીસ ફરિયાદ મુજબ પત્ની નમ્રતાએ ખોટા ઈરાદે વિઝા લેવા સુરજ અને તેના પરિવાર સાથે છેતરપિંડી કરી રૂ. 42,55,750 રૂપિયા પડાવી કેનેડાના પીઆર મેળવ્યા પછી સુરજને કેનેડા બોલાવી તેની સાથે છુટાછેડા લેવાની વાત કરી 25મે 2021એ છૂટાછેડા લેનારને જેલ કરાવીશ તેમ કહી ધમકાવતા તેનો ઈરાદો શરૂઆતથી જ છેતરવાનો હતો. પોલીસે તેમની નોંધાયેલી ફરિયાદ મામલે પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Must Read