Homeગુજરાતશિક્ષકો વિનાની શાળામાં ભણશે ગુજરાત ? 28 હજારથી વધારે શિક્ષકોની જગ્યા ખાલી

શિક્ષકો વિનાની શાળામાં ભણશે ગુજરાત ? 28 હજારથી વધારે શિક્ષકોની જગ્યા ખાલી

-

News Gujarati Today, આજના સમાચાર: ગાંધીનગર Gandhinagar : રાજ્યમાં એક તરફ સરકારી નોકરી માટે હજારો ઉમેદવારો રાહમાં છે. ભરતી થાય છે, અટકે છે, પેપેર ફૂટે છે આ તમામ વિવાદો વચ્ચે શિક્ષણની હાલત પર સવાલ સામે આવ્યો છે. રાજ્યમાં બાળકોને સારૂ શિક્ષણ અને શિક્ષણની સ્થિતી સુધારવા બાબતે જોર આપવાની વાતો કરવામાં આવે છે. ત્યારે રાજ્યમાં એવા પણ ગામો છે જ્યાં પ્રાથમિક શિક્ષણ નથી મળતું. બેરોજગારીના આંકડા હોય કે ભરતીના આંકડા હોય કે શિક્ષકોની ખાલી જગ્યાના બધે જ ચોંકાવનારા આંકડા જોવા મળે છે.

શિક્ષકોની હાજરી અને ગુણવત્તાને લઈ વિધાનસભા ગૃહમાં ચર્ચા થતા જે આંકડા સામે આવ્યા તે ચોંકાવનારા છે. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાની વાત કરો તો, પ્રાથમિકમાં 16318 શિક્ષકો તેમજ 1028 આચાર્યની જગ્યા ખાલી છે. માધ્યમિક શાળામાં 730 તો ઉચ્ચતર માધ્યમિકમાં 756 શિક્ષકોની જગ્યા ખાલી પડેલી હોવાનું સામે આવ્યું છે.

શિક્ષણના સમાચાર ગુજરાત: 28 હજારથી વધારે શિક્ષકોની જગ્યા ખાલી

ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં 774 શિક્ષક અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં 2547 શિક્ષકોની જગ્યા ખાલી છે. તેમજ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં અધધ… 3498 શિક્ષકોની જગ્યા ખાલી પડેલી છે. ટૂંકમાં રાજ્યની સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળામાં કુલ 28,212 શિક્ષકો તેમજ આચાર્યની ખાલી જગ્યા પડેલી છે.

ગુણવત્તા સભર શિક્ષણ માટે મહત્વની વાત છે કે શાળા સાથે શિક્ષકોની પણ જરૂરીયાત હોય છે. પરંતુ અહિં તો શિક્ષકોની જગ્યા ખાલી પડેલી છે અને શિક્ષણનું સ્તર સુધારવાની વાતો થાય છે તેવો ઘાટ રચાયો છે. ત્યારે રાજ્યના શિક્ષણના સ્તર અને ભૂલકાઓના ભવિષ્યને લઈ મોટો સવાલ પેદા થયો છે.

આવી જ સ્થિતી રાજ્યની સરકારી આર્ટસ, કોમર્સ તેમજ સાયન્સ કોલેજની હોય તેવું છે. અહિં પ્રોફેસરોની જગ્યાઓ પણ ખાલી પડેલી છે, રાજ્યની 105 સરકારી કોલેજમાં કુલ 1078 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવી રહ્યું છે.

વધુ ગુજરાતના સમાચાર વાંચો

બોલો શૌચાલયના પણ પૈસા ! આ છે રાણીપ બસસ્ટેશનની હાઈટેક સુવિધા !

શિક્ષણને લઈ મોટા સમાચાર: UGC ના નિર્ણય બાદ ધોરણ 12 ના ટકાના આધારે નહીં આ રીતે મળશે પ્રવેશ

ગૂજરાત વિદ્યાપીઠમાં પેન્સનરોના ધરણા, રજીસ્ટ્રારનો ફોન બંધ કુલપતિ ભારત સરકાર પર ઠીકરું ફોડે છે

કોમેડી વીડિયો Video Gujarati માં

કાકાનો ભયંકર ‘નાગીન ડાન્સ’ Video થયો વાયરલ

રસ્તા પર આ શખ્સની કળા જાય છે પાણીમાં, હાથવગા સાધનોથી સુર અને સંગીત

જુલામાં બેસતા પહેલા આ બાળકની જેમ 33 કરોડ દેવતા યાદ કરી લેજો

બ્રેકિંગ ન્યૂજ મેળવો મોબાઈલ પર

ટેલિગ્રામ ચેનલ પર જોડાઓ

Must Read