ચંદીગઢ : પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા [Sidhu Moose wala death]ની સુરક્ષા ઘટાડવાના નિર્ણયની તપાસના આદેશ આપ્યા છે. તેમણે ગઈકાલે ડીજીપીના નિવેદન અંગે પણ સ્પષ્ટતા માંગી છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે, કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. બીજી તરફ, આજે સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે સીએમ ભગવંત માનને પત્ર લખ્યો છે અને તેમના પુત્રની હત્યાની કેન્દ્રીય એજન્સીઓ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તપાસની માંગ કરી છે.
હુમલા વખતે ગાયક મૂસેવાલાના પિતા પણ તેની કારની પાછળ હોવાનું જણાવે છે. તેમણે કહ્યું કે,”ધમકીઓના કારણે બુલેટ પ્રુફ ગાડી ખરીદી હતી. પરંતુ રવિવારના રોજ સીદ્ધુ પોતાના બે મિત્રો સાથે બીજી ગાડીમાં નકળી ગયો હતો. સાથે જ પોતાના સુરક્ષા કર્મચારીઓને પણ છોડીને જતો રહ્યો હતો. બાદમાં મેં બે ગનમેનને લઈ તેની પાછળ જવા પ્રયાસ કર્યો, પરંતુ હું પહોંચ્યો ત્યારે હત્યારાઓએ મારા દિકરા અને તેના સાથી મિત્રોને ગોળીઓ મારી દીધી હતી.”
પિતા બલકૌર સિંહે પોતાના પુત્રની હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, “એક SUV અને એક સેડાન કાર રસ્તા પર રાહ જોઈ રહી હતી. બધાની અંદર ચાર સશસ્ત્ર માણસો હતા. જ્યાર મૂસેવાલાનું વાહત તેમની પાસે આવ્યું કે તેઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દિધો હતો. થોડીવાર પછી હત્યારા ત્યાંથી ભાગી ગયા. મેં બૂમો પાડવાનું શરૂ કર્યું અને લોકો એકઠા થઈ ગયા. હું મારા પુત્ર અને તેના મિત્રોને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં તેનું મૃત્યુ થયું.”
કેમ હટાવી Moose Walaની સુરક્ષા ? સવાલોથી ઘેરાયેલા ભગવંત માને આપ્યો તપાસનો આદેશ

પંજાબ પોલીસે સિદ્ધુના પિતાના નિવેદન પર હત્યા અને આર્મ્સ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધી છે. પંજાબ સરકારે તાજેતરની સુરક્ષા સમીક્ષામાં મૂઝવાલાને આપવામાં આવેલા ચારમાંથી બે સશસ્ત્ર સુરક્ષા ગાર્ડ પાછા ખેંચી લીધા છે. જેના કારણે હવે મોટો રાજકીય વિવાદ પણ ઉભો થયો છે, વિપક્ષી પાર્ટીઓએ ભગવંત માન સરકાર પર VIP લોકોને જોખમમાં મુકવાનો આરોપ લગાવ્યો છે.