ચંદીગઢ : Sidhu Moose Wala Death : ગઈકાલે પંજાબી સિંગર અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મૂસેવાલાની ગોળીમારીને હત્યા કરવામાં આવી છે. જે મામલે પંજાબમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. ત્યારે પંજાબના મુખ્યમંત્રીએ આ કેસની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સાથે જ તેમણે કહ્યું કે કોઈ પણ દોષિતને છોડવામાં નહી આવે. ઉપરાંત તેમણે સિદ્ધુ મૂસેવાલાની હત્યા પહેલા સુરક્ષા ઘટાડવાની તપાસનો આદેશ પણ કર્યો છે. ભગવંત માને પંજાબના ડી.જી.પી.ના નિવેદન અંગે પણ સ્પષ્ટતા માગી છે.
પંજાબ Punjabના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા માહિતી મળે છે કે, પંજાબ સરકાર આ મામલે પંજાબ-હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને ભલામણ કરશે અને આ તપાસ હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા કરવામાં આવશે.
સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં મોટો ખુલાસો 8 નામ આવ્યા સામે : પંજાબ – Sidhu Moose wala death
બીજી તરફ મૃતક મૂસેવાલાના પિતા બલકૌર સિંહે પોતાના પુત્રની હત્યા ગેંગવોર સાથે જોડવાના નિવેદન મુદ્દે સાર્વજનિક માફી માગવાની માગણી કરી છે. તેમણે લખેલા એક પત્રમાં લખ્યું છે કે, રાજ્ય સરકારની નિષ્ફળતાના કારણે મારા પુત્રનું મોત થયું.
સિદ્ધુ મૂસેવાલાની હત્યા મામલે મોટો ખુલાસો પણ થયો છે. જેમાં કેસમાં ઝડપાયેલા આરોપી શાહરૂખે સ્પેશિયલ સેલને જણાવ્યું હોવાના અહેવાલ છે કે, સિદ્ધુને મારા માટે તેને સોપારી ગોલ્ડી બરાડ અને લોરેન્સ બિશ્નોઈ તરફથી મળી હતી. અગાઉ પણ તેને હત્યાની કોશીષ કરી હતી પરંતુ સુરક્ષાક્રમીઓની હાજરીને કારણે તે પરત ફરી જતા હતા.
એક અહેવાલ મજુબ હત્યાના આરોપી શાહરૂખે પોલીસે 8 નામ જણાવ્યા છે. આરોપીએ કથિત રીતે પંજાબી સિંગર મનકીરત ઔલખના મેનેજર પણ કાવતરામાં સામેલ હોવાનું જણાવ્યું છે. હત્યાની સોપારી મામલે તેણે ગોલ્ડી અને બિશ્નોઈના નામ આપ્યાના અહેવાલ સામે આવી રહ્યાં છે.
આ 8 નામો સામે આવ્યા બહાર
- ગોલ્ડી બરાડ
- લોરેન્સ બિશ્નોઈ
- સચિન (મનકીરત ઔલખનો મેનેજર)
- જગ્મૂ ભગવાનપુરિયા
- અમિત કાજલા
- સોનૂ કાજલ અને બિટ્ટૂ (હરિયાણા)
- સતેંદર કાલા (ફરીદાબાદ)
- અજય ગીલ
- સિદ્ધુ મૂસેવાલાની રવિવારે ગોળી મારીને હત્યા થઈ
પંજાબના પ્રખ્યાત સિંગર સિદ્ધુ મૂસેવાલાની રવિવારે હત્યા કરવામાં આવી હતી. અંધાધૂંધ ફાયરિંગ કરી કારમાં જ તેમની હત્યા નિપજાવી દેવામાં આવી હતી. સિંગર મૂસેવાલા કોંગ્રેસના યુવાન નેતા તરીકે પણ ઓળખાતા હતા. તેઓ ગત પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી આમ આદમી પાર્ટીના ડો. વિજય સિંગલા સામે ચૂંટણી લડી હતી. માનસા બેઠક પર તેઓએ લડેલી ચૂંટણીમાં તેઓને વિજય સિંગલાએ 63,323 મતથી હરાવ્યા હતા. તાજેતરમાં જ તેમની સુરક્ષા વ્યવસ્થામાં ઘટોડા કરાવનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ પંજાબના 424 વી.આઈ.પી.ની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પુર્ણ કરી સિંગર તરીક વિખ્યાત થયેલા મૂસેવાલા પંજાબના યુવાધનનું આકર્ષણ હતા. વર્ષ 1993ની 17 જૂનના રોજ સિદ્ધુનો જન્મ માનસા જિલ્લાના મૂસાવાલા ગામમાં થયો હતો. મૂળ તેમનું નાન શુભદીપ સિંહ પરંતુ વિખ્યાત થયા બાદ તેમના વતનનું નામ પણ લોકો તેમની પાછળ લગાવવા લાગ્યા હતા અને ટૂંકુ નામ સિદ્ધુ જોડાઈ સિદ્ધુ મુસેવાલા તરીકે ઓળખ પ્રાપ્ત થઈ હતી.
મૂસેવાલાને વિવાદિત ગાયક તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે કથિત રીતે તેમણે બંદૂક કલ્ચરને પ્રોત્સાહન આપ્યું હતું ને ઉશ્કેરણી જનક ગાયનો બનાવ્યા હતા. સાથે જ તેમના ગાયનના કારણ ગુંડાઓનો મહિમા વધાર્યો હતો તેવો પણ વિવાદ થયો હતો.