અમદાવાદ : અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેમ જણાય છે. શહેરના ઇશનપુર વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં કેટલાક અસામાજિત તત્વો હુક્કા પાર્ટી કરતા જોવા મળી રહ્યાં છે. આ હુક્કા પાર્ટી (Shisha Party Ahmedabad)કોઈ ખાનગી જગ્યામાં નહીં પણ જાહેર બગીચામાં ચાલી રહી હતી એ પણ ધોળા દિવસે. આ ઘટનો વિડીયો એક જાગૃત મહિલા નાગરિકે રેકોર્ડ કરી લેતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા મારફતે વાયરલ થતા પોલીસે તપાસના આદેશ આપવાના પગલા લીધા છે.
રાજ્યમાં વર્ષો અગાઉ હુક્કાબાર પર પ્રતિબંધ (Hukka bar Prohibited) જાહેર કરાતા રાજ્યમાં દારૂબંધીની જે હુક્કાબારની પણ બંધી થઈ હતી. પરંતુ અહીં તો હુક્કાની પાર્ટી બારના બદલે જાહેર સ્થળ પર ચાલી રહી છે. કાયદેસર જોવા જઈએ તો કોઈ પણ જાહેર જગ્યામાં બીડી, સિગારેટ કે અન્ય ધુમ્રપાન પણ ન કરી શકાય. પરંતુ આ વિડીયો Videoમાં તો બીડ-સિગારેટ નહીં પણ હુક્કાની મોજ જાહેર બગીચા (Hukkah party in Ahmedabad Garden)માં માણતા જોવા મળી રહ્યાં છે. આમ લોકોમાં ચર્ચા છે કે જાહેર સ્થળો પર હુક્કા પિતા આ યુવનોને પોલીસનો પણ ભય હોય તેમ નથી જણાતું.
વિડીયો: અમદાવાદના બગીચામાં હુક્કા પાર્ટીનું આયોજન -Shisha Party in Ahmedabad Garden
ઉલ્લેખનીય છે કે, બગીચો એક જાહેર સ્થળ હોય મહિલા-પુરૂષો સહિત બાળકો પણ અહિં આવતા હોય છે. લોકો બગીચામાં આવી થોડો આરામદાયક સમય પસાર કરવા ઈચ્છતા હોય છે. પરંતુ આ રીતે બગીચો જો અસાજિક તત્વોનો અડ્ડો બની જાય તો જાહેર જનતા માટે મુશ્કેલી થઈ જતી હોય છે. ત્યારે સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચતા હવે પોલીસે તપાસ કરવાનો આદેશ કર્યો છે.