ટ્રાન્સપોર્ટર સાથે સંકળાયેલા એક સપ્લાયરના ઘરેથી મોટી રકમની રોકડ મળી આવી છે જે રકમ 150 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓની….
News in Gujarati – ડિરેક્ટોરેટ જનરલ ઑફ ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI) ની અમદાવાદની ટીમે ઉત્તર પ્રદેશના કાનપુરમાં શિખર પાન મસાલાની ફેક્ટરી(Shikhar Pan Masala Raid) અને તેની સાથે સંકળાયેલ ટ્રાન્સપોર્ટરના સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું. જીએસટી ચોરીની શક્યતાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. અને મળતા અહેવાલ પ્રમાણે બિઝનેસમેનના ઘરેથી મળ્યા રોકડા 150 કરોડ રૂપિયાથી વધુની રકમ.
આરોપ છે કે ટ્રાન્સપોર્ટરે ઈ-વે બિલ જનરેટ કરતા નહતા તે નકલી ઈનવોઈસની આડમાં માલની હેરફેર કરતા હતા એટલું જ નહીં સાથે સાથે ટ્રાન્સપોર્ટર સાથે સંકળાયેલા સપ્લાયરના ઠેકાણા પર પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. મળતી વિગત અનુસાર સર્ચ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી છે.

ડિરેક્ટોરેટ જનરલના જણાવ્યા અનુસાર ટ્રાન્સપોર્ટરે એવી કંપનીઓના નામે ઘણા ચલણ બનાવ્યા છેકે, જેનું માત્ર કાગળ પર અસ્તિત્વ છે. ઈ-વે બિલથી બચવા માટે બનાવટી કંપનીઓના નામે જનરેટ કરાયેલા તમામ ચલણ રૂ. 50,000થી ઓછી રકમના છે જેના કારણે GSTથી બચી શકાય. અધિકારીઓએ ફેક્ટરીની બહારથી આવા 4 ટ્રકોને પણ જપ્ત કરેલા છે.
DGGI ના અધિકારીઓએ આવા 200 થી વધુ જૂના નકલી ઈનવોઈસ(બીલ) પણ રિકવર કર્યા જેમાં GST ચૂકવવામાં આવ્યો ન હતો, આ ઉપરાંત કારખાનામાં હાજર સ્ટોક અને કાચા માલ તેમજ તૈયાર માલના સ્ટોકમાં પણ ઘટ જોવા મળી હતી.
સૌથી મહત્વની વાત એ છે કે, ટ્રાન્સપોર્ટર સાથે સંકળાયેલા એક સપ્લાયરના ઘરેથી મોટી રકમની રોકડ મળી આવી છે જે રકમ 150 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓની મદદથી નોટોની ગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. નોટોની ગણતરી આજે સમાપ્ત થઈ શકે છે, આ પછી જ ચોક્કસ આંકડા મળી શકશે. વધુ તપાસ માટે આટલી મોટી રકમને જપ્ત કરી શકાય છે.