Homeગુજરાતઅમદાવાદશહેજાદ ખાનએ મહાદેવની પૂજા કરી વિરોધ પક્ષના નેતા તરીકે કાર્યભાર સંભાળ્યો

શહેજાદ ખાનએ મહાદેવની પૂજા કરી વિરોધ પક્ષના નેતા તરીકે કાર્યભાર સંભાળ્યો

-

Shehzad khan pathan Ahmedabad : અમદાવાદ મહાનગરપાલિકામાં(AMC) કોંગ્રેસના(Congress) વિરોધ પક્ષના(opposition leader) નેતા તરીકે શહેજાદ ખાન પઠાણને(Shehzad khan pathan) જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તરીકે નિમણૂંક પહેલા પક્ષમાં જ 10 જેટલા કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો હતો. શહેજાદ ખાનના નામ પર મહોર વાગતા આજરોજ તેઓ એ કોર્પોરેશન ખાતેની મુખ્ય ઑફિસે પોતાનું પદ સંભાળ્યુ હતુ.

મહાદેવનું પુજન અને ગણેશ સ્થાપના…
અમદાવાદ કોર્પોરેશનમાં કોંગ્રેસના(AMC) કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણ એ વિરોધ પક્ષના નેતા તરીકે આજરોજ કાર્યભાર સંભાળ્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકાની કચેરીની વિરોધપક્ષના નેતાની ઑફિસ સંભાળતા પહેલા તેમણે મહાદેવના પૂજા-દર્શન કર્યા હતા. સાથે જ કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી નમન કર્યુ હતુ.

એકતાનો સંદેશ…
શહેજાદ ખાને આજરોજ બપોરે 3.50 વાગ્યે કોર્પોરેશન કચેરી ખાતે મુખ્ય ઑફિસમાં પદભાર સંભાળ્યો હતો. આ પહેલા તેમણે કચેરીના પ્રાંગણમાં આવેલા મહાબળેશ્વર મહાદેવના મંદિરમાં જઈ પુજન અર્ચન કર્યુ હતુ. બાદમાં ઑફિસમાં ગણેશ ભગવાનની મુર્તી સ્થાપના કરી અને પુજા કરી હતી. જેને કારણ તે હિંદુ-મુસ્લીમ એકતાનો સંદેશ આપતા હોય તેમ જણાય છે.

સૌથી નાની ઉંમરે ચૂંટણી…
અમદાવાદ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે આરૂઢ થયેલા યુવા કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણની રાજકિય કારકિર્દી પણ દિચસ્પ છે. તેઓ વર્ષ 2010 થી કોંગ્રેસના કોર્પોરેટર પદ પર છે. યુવાન અને કોંગ્રેસના આગેવાન હોવાના કારણે તેઓ લધુમતી સમુદાયમાં પણ જાણીતો ચહેરો બન્યા છે.

સન્નીબાબા ના હુલામણા નામે લોકપ્રિય બનેલા શહેજાદ ખાન ઑસ્ટ્રેલિયાથી MBA નો અભ્યાસ કરી નેતા બન્યા છે. હાલ તેઓ સાથે નવાબ બિલ્ડર ગ્રુપ સાથે પણ તેઓ સંકળાયેલા હોવાથી લધુમતી સમુદાયના પ્રતિષ્ઠિત લોકોની યાદીમાં સમાવેશ પામ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, શહેજાદ ખાન પઠાણ સૌથી નાની વયે વર્ષ 2010માં કોંગ્રેસ પક્ષના મેન્ડેટ પરથી ચૂંટણી લડી વિજયી બન્યા હતા.

અભદ્ર વ્યવહારનો આરોપ…
તેમના વિરોધ પક્ષના નેતા બનતા પહેલા કોંગ્રેસ પક્ષના જ 10 કોર્પોરેટરો નારાજ બની વિરોધ કરી રહ્યા હતા. જે મામલે કોર્પોરેટર રાજશ્રી કેસરી એ મામલે પ્રિયંકા ગાંધીને પણ એક વીડિયો મોકલી પઠાણ સામે અભદ્ર વ્યવહારનો આરોપ મુકી ન્યાયની ગુહાર લગાવી હતી. જે બાબતે કોંગ્રેસના નિરિક્ષકોએ ધ્યાન દોરતા 4 કોર્પોરેટરને નોટિસ કરી 7 દિવસમાં પુરાવો માગ્યો હોવાના અહેવાલ છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...