Homeગુજરાતરાજકોટરાજકોટના શાપર-વેરાવળમાં તળાવમાંથી શ્રમિક પરિવારના બે બાળકોના મૃતદેહ મળ્યા

રાજકોટના શાપર-વેરાવળમાં તળાવમાંથી શ્રમિક પરિવારના બે બાળકોના મૃતદેહ મળ્યા

-

રાજકોટ : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ગઈકાલે અષાઢી બીજ (Ashadhi Bij)ના પાવન દિવસે મેઘરાજા મહેરબાન થયા હતા. વરસાદને કારણે ખેડૂતો અને શહેરીજનોમાં ખુશી જોવા મળી હતી. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ (Varsad) ગોંડલ અને લોધિકા તાલુકા નોંધાયો હતો. ગઈકાલે બપોરથી જ વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે અનેક નદી-નાળા, વોંકળા તેમજ ગામમાં આવેલા નાના-મોટા ખાડાઓમાં પાણી ભરાયા હતા. ત્યારે વરસાદથી ભરાયેલા નાનકડા તળાવમાં નહાવ ગયેલા 2 બાળકોનું શાપર વેરાવળ પાસે મોત થયા હતા.

મળતી માહિતી મુજબ, રાજકોટના શાપર પાસે આવેલા તળાવમાંથી બે બાળકોનો મૃતદેહ મળી આવ્યા હતા. બાળકોના મૃતદેહ મળતા શાપર-વેરાવળ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે ગત ગુરૂવારની બપોરે ઘરેથી ભંગાણ વીણવાં જવાનું કહીં બાળકો નિકળાયા હતા. પરંતુ બાદમાં તેઓ લાપતા થયા હતા. બાળકોની ભાળ નહીં મળતા પરિવારજનો દ્વારા શોઘખોળ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન બાળકોના મૃતદેહ મળતા ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પોલીસે બાળકોના મૃત્યુના કારણ જાણવા ઉંડી તપાસ હાથ ધરી છે.

મૃતક બાળકોના પિતા વિક્રમભાઈ મૂળ મધ્યપ્રદેશના વતની છે અને ઘણાં વર્ષોથી રાજકોટના શાપરમાં રહી મજૂરી કરે છે. મૃતક બાળકોમાં એક 9 વર્ષનો જ્યારે બીજો5 વર્ષનો હોવાની માહિતી મળી રહી છે.

Shapar-Veraval News

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....