Shapar Veraval: રાજકોટના જામકંડોરણાના રાજપરાના વતની અને હાલ મવડી(mavadi) વિસ્તારમાં જય ગુરૂદેવ પાર્કમાં પુત્રના ઘરે રહેતા જયંતીભાઈ લખમણભાઈ સોજીત્રા અને તેમના પત્ની ભાનુબેન બાઇક લઇને ગોંડલ જતા હતા.
ત્યારે શાપર-વેરાવળ ઓવરબ્રિજ પર પહોંચતા બાજુમાંથી પૂરઝડપે આવેલી કારે બાઇક સાથે ઘસાઇને પસાર થતાં જયંતીભાઈએ બાઇક પરનો કાબુ ગુમાવતા તેમના પત્ની ભાનુબેન બાઇક પરથી પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત (accident) સર્જીને કારચાલક ફરાર થઇ ગયો હતો.
વધુ વાંચો: વડોદરામાં વાઘોડિયા રોડ પર કારમાંથી નિવૃત્ત આર્મીમેનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
વધુ વાંચો: રાજકોટમાં બે આત્મહત્યાના કિસ્સા એકમાં પ્રેમ બીજામાં આર્થિક ભીંસ જવાબદારનું તારણ
અકસ્માતમાં ઈજા પામેલા ભાનુબેનને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ માથામાં ઈજાને કારણે બ્રેઇન હેમરેજ થઈ જવાના કારણે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
આ અંગે શાપર વેરાવળ પોલીસે જયંતીભાઈ સોજીત્રાની ફરિયાદ પરથી અકસ્માત સર્જીને નાસી ગયેલા કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે.