HomeગુજરાતSBIના ગ્રાહકો પરેશાન, સવારથી લાઈનમાં હોવા છતાં ટોકન નહીં ! ગ્રાહકોમાં નિરાશા...

SBIના ગ્રાહકો પરેશાન, સવારથી લાઈનમાં હોવા છતાં ટોકન નહીં ! ગ્રાહકોમાં નિરાશા : ઉના

-


પરાગ સંગતાણી (ઉના) તા.01-07-2021: ઉના એસ.ટી બસસ્ટેન્ડ સામે આવેલ SBI શાખાના ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે. સવાર થી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો વહેલી સવારથી લાંબી લાઈન લાગે છે. જેના લીધે ટોકન પધ્ધતિના આધારે ગ્રાહકોને (Account Holder) પ્રવેશ અપાતો હોય છે. પરંતુ એસ.બી.આઈના (SBI Una Branch) અધિકારી દ્વારા તેમાં પણ ૫૦ લોકોને ટોકન આપવા માં આવે છે, બાકીના લોકો ને રામ-રામ જેનાથી લોકો ને નારાજ થઇ ઘરે પરત જવું પડે છે.


લોકોનો આક્ષેપ છે કે બેંક બે ધારી નિતી અપનાવે છે. કારણ કે જો બેંકમાં જોવા જાય તો ઉદ્યોગપતિઓ વગર ટોકને પણ આંટા મારતા દેખાય છે. અને બેંક ખાલી હોવા છતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવે છે. ઉનાના લોકો આશા વ્યક્ત કરતા જણાવે છે વહેલી તકે બેંકની શાખા દ્વારા વ્યવસ્થામાં સુધારો કરી તકલિફ દૂર કરવામાં આવશે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...