Homeગુજરાતરાજકોટદારૂ ભરેલા કન્ટેનર મામલે તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ કરશે, રાજકોટના 4 પોલીસ...

દારૂ ભરેલા કન્ટેનર મામલે તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ કરશે, રાજકોટના 4 પોલીસ કર્મચારી છે આરોપી

-

Rajkot City News Gujarati : ગત તારીખ 18 એપ્રિલના રોજ રાજકોટની ભાગેળે સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી પાડ્યું હતું. દારૂના કન્ટેનર ઝડપાય તેના કરતા મોટો ઘટસ્ફોટ થયો હતો કે તેમાં સાથે રાજકોટની જ ક્રાઈમ બ્રાન્ચના 4 કર્મચારીઓ પણ હતા. આ મામલે તેમણે સાયલા પોલીસ સ્ટેશનમાં સાયલાની હદમાંથી દારૂનું કન્ટેનર Liquor Container ઝડપી ડ્રાયવરનું જગદીશનું અપહરણ Kidnap કરી રાજકોટ લાવ્યાનો ગુનો પણ નોંધાયો છે. હાલ આ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે.

દારૂના કન્ટેરનરની હેરફેર અને સાયલાની હદમાં જઈ ડ્રાયવરનું અપહરણ કરી લાવવાના ગુનામાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના Rajkot Crime Branch કર્મચારીઓ દેવા ધરજીયા, હેડ કોન્ટસ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, સુભાષ ઘોઘારી, ઉપેન્દ્રસિંહ ઝાલા અને દારૂ ભરેલા ટ્રકનો ડ્રાયવર જગદીશ બેનીવાલની ધરપકડ કરવામાં આવી હતી. ગતરોજ તારીખ 20 ના આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Rajkot Gujarati News: રાજકોટમાંથી ઝડપાયેલ દારૂ ભરેલા કન્ટેનર મામલે તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ કરશે

હાલ સાયલા પોલીસ સ્ટેશન Sayla Police Station ખાતે નોંધાયેલી ફરિયાદ મામલે તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે જોવું રહ્યું કે સ્ટેટ મોનિટરિંગ સેલ State Monitoring Cell દ્વારા તપાસમાં કંઈ મોટા ઘટસ્ફોટ બહાર લાવે છે કે કેમ.

ઉલ્લેખનીય છે કે, પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા 4 આરોપી દેવા ધરજીયા, હેડ કોન્ટસ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, સુભાષ ઘોઘારી, ઉપેન્દ્રસિંહ ઝાલાને તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ઉપરાંત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં કેટલાક અન્ય કર્મચારીઓને પણ ફરજના સ્થળની બદલી કરી નાખવામાં આવી છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...