Saurashtra University Rajkot City News : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે વિવાદનો પર્યાય બનવા જઈ રહી હોય તેણ જણાઈ રહ્યું છે. સમયાંતરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં ઘેરાતી રહી છે. ત્યારે હવે ઈન્ચાર્જ કુલપતિ ડો. ભીમાણીના (Incharge VC DR. Girish Bhimani) આઈ.ફોન.ની ખરીદીએ વિવાદ જગાવ્યો છે. તાજેતરમાં જ ઈન્ચાર્જ કુલપતિ તરીકે ડો. ભીમાણી નિયુક્ત થયા છે. ડો. ભિમાણીએ નિયુક્તિ બાદ તુરંત જ લાખેણા I-Phone 13 pro max ની ખરીદી કર્યાનો વિરોધ રાજકોટ NSUI દ્વારા અનોખી રીતે કરવામાં આવ્યો છે.
તાજેતરમાં જ સૌરાષ્ટ્ર ડો. ગીરીશ ભીમાણીની ઈન્ચાર્જ કુલપતિ પદે નિયુક્તિ થઈ છે. નિયુક્તિ સમયે ડો. ભિમાણી સુફિયાણી વાતો કરતા હતા કે તેઓ ખર્ચમાં કરકસર કરી નાણાંની બચત કરશે. સુફિયાણી વાતો કરતા ડો. ભીમાણીએ સરસ મજાનો લાખેણો આઈ.ફોન. ખરીદી કરી બિલ યુનિવર્સિટી પાસેથી પાસ કરવાની પેરવી કરી છે. ફાયનાન્સ કમિટિમાં I-phone 13 pro Max નું બિલ મંજૂપ કરવા માટની દરખાસ્ત મુકાતા આ વાત બહાર આવી ગઈ હતી. અધધ.. રૂપિયા 1.19 લાખની કિંમતના ફોનનું બિલ યુનિવર્સિટી માથે આવતા એન.એસ.યુ.આઈ. એ વિરોધ નોંધાવ્યો હતો.
Saurashtra University ના VC ડો.ભીમાણી I-Phone ખરીદી ભરાયા NSUI નો વિરોધ

વિરોધ કરી રહેલા એન.એસ.યુ.આઈ. રાજકોટના અધ્યક્ષ રોહિતસિંહ રાજપૂતનું કહેવું છે કે,
આ ફોન ખરીદીથી યુનિવર્સિટીને એક પણ ટકાનો ફાયદો હોય તો ડો. ભીમાણી જણાવે ! વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે અનેક કંપનીના સારા ફિચર્સ સાથેના ફોન માત્ર રૂપિયા 19 હજારમાં મળે છે, તો રૂપિયા 1.19 લાખનો ફોન ખરીદી ડો. ભીમાણી શું મેસેજ આપવા માંગે છે ? આ બાબતે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડો. ભીમાણીએ જવાબ આપવો પડશે.

આ મામલાનો વિરોધ કરતા એન.એસ.યુ.આઈ. દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં ભીખ માંગવામાં આવી હતી. આ ભીખની એકત્રિત રકમ તેઓ એ રજીસ્ટ્રારને સુપરત કરી આઈફોનના બિલની દરખાસ્ત મંજૂર નહીં રાખવા અલ્ટીમેટમ આપ્યું હતુ. સાથે ફાયનાન્સ કમીટીની મળેલી બેઠકમાં જીલ્લા NSUIના પ્રમુખ રોહિતસિંહ રાજપુત સહિતના કાર્યકરો એ કુલપતી પર ખોટી નોટો ઉડાડી હતી.
રોહિતસિંહે આ મામલે વધુમાં જણાવ્યું હતુ કે,
કોરોના કાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર કેટલાક વિદ્યાર્થીઓ ફી નહીં ભરી શકવાના લીધે અભ્યાસ અધુરો છોડે તેવી સ્થિતી છે. ત્યારે ડો. ભીમાણી લાખેણા ફોનની ખરીદી કરે છે. તેમને સસ્તો ફોન લઈ લાખ રૂપિયા આવા વિદ્યાર્થીઓના અભ્યાસ પાછળ ખર્ચવા જોઈતા હતા.
આ રજુઆત અન વિરોધ સમયે રાજકોટ NSUIના જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત, અભિરાજ તલાટીયા, મોહીલ ડવ , જીત સોની , પાર્થ બગડા, સાર્થક રાઠોડ, મુફીઝ પઠાણ, હીત પટેલ, યશ ભીંડોરા, મીલીદ સોની, ઉતમ ડાંગર સહિત 100 જેટલા કાર્યકરો જોડાયા હતા.
