Homeવિશેષસ્ટોરીઉપગ્રહની વધતી સંખ્યા ભવિષ્યમાં કેટલું નુકશાન કરશે ? ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે...

ઉપગ્રહની વધતી સંખ્યા ભવિષ્યમાં કેટલું નુકશાન કરશે ? ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે…

-

આપના મોબાઈલ, ટી.વી., જહાજ, ટ્રાન્સપોર્ટ, ઈન્ટરનેટ સહિતના કામકાજ પાછળ મહત્વની વસ્તુ હોય છે સેટેલાઈટ (Satellite). હાલમાં સેટેલાઈટની સંખ્યા જડપથી વધી રહી છે. ધરતીની ચારે તરફ એક જાળ બનાવી સુવિધાઓ વધુને વધુ સારી બનાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે.

આ જાળ બનાવવાના ફાયદા છે પણ સાથે નુકસાન પણ છે.  દુનિયાનો સૌ પ્રથમ સેટેલાઈટ 64 વર્ષ પહેલા તરતો મુકવામાં આવ્યો હતો. ત્યારથી લઈ આજ સુધીમાં ધરતીની ચારે તરફ લગભગ 7500 જેટલા  સેટેલાઈટ્સ હાજર છે. મતલબ કે દરેક વર્ષે અંદાજીત 117 જેટલા સેટેલાઈટ મુકવામાં આવ્યા. તો આપણે એ સમજવાનો પ્રયાસ કરીએ કે તેનાથી કઈ પ્રકારના નુકસાન થઈ શકે.

સેટેલાઈટનું ઘોડાપુર આવ્યુ
યુનિવર્સિટી ઑફ મેસાચ્યુસેટ્સમાં ફિજિક્સના પ્રોફેસર સુપ્રિયા ચક્રવર્તીને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું કે વર્ષ 1957ની વાત છે. જ્યારે સોવિયેત યૂનિયનએ પહેલો માનવનિર્મિત સેટેલાઈટ સ્પુતનિક (Sputnik) અંતરિક્ષમાં લોન્ચ કર્યો હતો. ત્યાર બાદથી વર્ષ 2010 સુધીમાં વિશ્વના દેશઓ એ પ્રત્યેક વર્ષે અંદાજીત 10 થી 60 સેટેલાઈટ લોન્ચ કરી રહ્યાં હતા. પરંતુ વર્ષ 2010 બાદ તો જાણે સેટેલાઈટનું ઘોડાપુર આવ્યુ હતુ.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર(Satellite debris around earth information in Gujarati) – Space debris problem in low earth orbit (Credit – E&T mag)

ખાનગી કંપની પણ સેટેલાઈટ લોન્ચ કરવા લાગી –
આવનારા થોડા દસકામાં પૃથ્વીની નિચલી કક્ષમાં સેટેલાઈટ્સની માત્રા મોટી સંખ્યામાં વધી જવાની સંભાવના છે. નિચલી કક્ષાની ઉંચાઈ 2000 કિલોમીટર જેટલી છે. કારણ કે હવે ખાનગી કંપનીઓ પોતાના ખુદના સેટેલાઈટ નેટવર્કને ઉભા કરવાની વ્યવસ્થામાં લાગી ગઈ છે. સૌની પાસે હજારો સેટેલાઈટ્સ લોન્ચ કરવાની યોજના છે. જેનાથી વધુમાં વધુ ઈન્ટરનેટ સ્પિડ સહિતની સુવિધાઓ મેળવવાનો સૌનો આશય છે. જેમાં ક્લાઈમેટ ચેન્જ પર નજર રાખવાની કામગીરી પણ સામેલ છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર(Satellite debris around earth information in Gujarati) – Satellite Launching (Credit – spaceflightnow)

સ્પેસએક્સ અને વનવેબ
ધ યુનિવર્સિટી ઑફ બ્રિટિશ કોલંબિયાના એસ્ટ્રોનૉમર આરોલ બોલ એ એક અહેવાલમાં જણાવ્યું છે કે ધરતીની ચારે તરફ સેટેલાઈટ્સ મોકલવાની હોડ એટલા માટે લાગી છે કારણ કે તેની કિંમતોમાં ઘટાડો થઈ રહ્યો છે. સ્પેસએક્સ, વનવેબ, એમેઝોન અને સ્ટારનેટ-જીડબ્લ્યૂએ મળીને 65 હજાર સેટેલાઈટ્સ લોન્ચ કરવાની યોજના બનાવી છે.

સ્પેસએક્સ અને વનવેબએ તો લોન્ચ કરવાની શરૂઆત પણ કરી દિધી છે. આ સમયે કુલ 1 લાખ સેટેલાઈટ્સ લોન્ચ કરવાની યોજનાઓ ચાલી રહી છે જેમાં ખાનગી કંપની સહિત વિશ્વના કેટલાક દેશો પણ સામેલ છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર(Satellite debris around earth information in Gujarati) – One Web Satellite Image (Credit – One Web)

આફ્રીકન દેશ રવાંડા પણ તૈયાર –
ઑક્ટોબર 2021માં રવાંડા (Rwanda) એ પોતાના સેટેલાઈટ્સનું નક્ષત્ર બનાવવાની યોજના બનાવી છે. જેને રવાંડાની સરકારે સિનામૉન (Cinnamon) નામ આપ્યું છે. રવાંડા આ માટે અધધ… 3.20 લાખ જેટલા સેટેલાઈટ્સ છોડવાની યોજના કરી રહ્યું છે. પરંતુ હજૂ સુધી એ સામે નથી આવ્યું કે રવાંડાની આ યોજના ક્યારે સામે આવશે.

પરંતુ તેમની સ્પેસ એજન્સીએ આ યોજના શરૂ કરવાની મંજૂરી માટે આંતરરાષ્ટ્રીય સંસ્થા પાસે પરવાનગી માગી છે. જેની માહિતી રવાંડા સરકારે ટ્વિટના માધ્યમથી પણ શેર કરી હતી.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર(Satellite debris around earth information in Gujarati)- Paul Kagame, President of Rwanda, Cinnamon Rwanda satellite project (Credit -NBC news)

અંતરીક્ષમાં વધી રહેલા સેટેલાઈટ્સની સંખ્યાના કારણે ટ્રાફિમ જામની સમસ્યા સર્જાસે. એક બીજા સેટેલાઈટ્સ અથડાવાની સમસ્યા સહિત કેટલીયે સમસ્યા સર્જાઈ શકે છે.  જે બાબતે આરૉન બોલ અને તેમના સાથી વૈજ્ઞાનિકોએ મે 2021માં એક રિપોર્ટ આપ્યો હતો.

જે લંડનની નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ અનુસાર ધરતીની નિચલી કક્ષામાં હાલના સમયે 12.8 કરોડ સેટેલાઈટ્સના ટુકડાઓ ફરી રહ્યાં છે. જેમાં 34 હજાર ટુકડા તો 4 તી 10 ઈંચના છે. વધારે સેટેલાઈટ્સ જવાથી અંતરીક્ષમાં કચરો વધી જવાની સમસ્યા સર્જાવાની ભીતી છે.

એવામાં કોઈ પણ સેટેલાઈટને સુરક્ષીત રીતે સંચાલન કરવામાં સમસ્યા સર્જાઈ શકે. કચરાના અથડાવાથી સેટેલાઈટ ક્ષતિગ્રસ્ત અથવા તૂટી પણ શકે છે. નિચલી કક્ષામાં વદારે સમય રહેવાના કારણે સેટેલાઈટ્સ પર યુ.વી. (અલ્ટ્રાવાયોલેટ) કિરણના ખરાબ પ્રભાવ પડશે અને તેના કારણે ફાટી પણ શકે છે.

એક સાયન્સ વેબસાઈટ મુજબ સ્પેસ ઈન્ડસ્ટ્રીઝનું વિમાન ઉદ્યોગ જેવા અન્ય ઉદ્યોગાની તુલનામાં કાર્બન ફૂટપ્રિન્ટ ખુબ ઓછું છે. એક રોકેટ લોન્ચ કરવા 220 સે 330 ટન કાર્બન ધરતીના વાયુમંડળમાં છુટતો હોય છે. જ્યારે એક મોટુ કૉમર્શિયલ વિમાન 2 થી 3  ટન કાર્બન પ્રત્યેક પેસેન્જરના હિસાબે છોડે છે. તો વિશ્વમા રોજ લાખો વિમાનો ઉડે, વિચારો કે કેટલું પ્રદુષણ ફેલાતુ હશે. એવામાં મોટી સંખ્યમાં રૉકેટ છોડવામાં આવે તો નવી સમસ્યા જોડાશે.

સાથે જ એક નવી ચિંતા એ છે કે તેના સાથે લાઈટ પોલ્યુશન પણ ફેલાશે. લાઈટ પોલ્યુશન એટલે રોશનીનું પ્રદુષણ. આવનારા સમયે જ્યારે લાખોની સંખ્યમાં ઉપગ્રહો અતરીક્ષમાં તરતા હશે તો તે આપની નરી આંખે પણ જોવા મળશે. તેના કારણે સુર્યનો પ્રકાશ પણ બાધીત થશે.

સાથે જ તેની ધાતુની પ્લેટો પર સુર્યનો પ્રકાશ પડશે અને તે પરાવર્તીત થઈ ધરતી પર પડશે. જેના કારણે પ્રકાશનું પ્રદુષણ વધશે. તેમને રિપોર્ટમાં જણાવ્યું છે કે ભવિષ્યમાં રાતમાં મળતા પ્રકાશમાં 8 ટકા હિસ્સો સેટેલાઈટ્સની ચમકવાથી મળતા પ્રકાશનો થશે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....