Homeગુજરાતરાજકોટરાજકોટમાં ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના હેઠળ 2.55 લાખની સહાય ચૂકવાઈ

રાજકોટમાં ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના હેઠળ 2.55 લાખની સહાય ચૂકવાઈ

-

Sarkari yojana gujarat 2022 રાજકોટ : રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા ઘનિષ્ઠ પશુસુધારણા યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાં શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના અમલમાં છે. જેનો મૂળ હેતુ રાજ્યમાં આવેલ દેશી ઓલાદની મુળ ગીર તથા કાંકરેજ ઓલાદની ગાયોની સંખ્યાને નામશેષ થતી અટકાવી તેમાં વધારો કરી યોગ્ય જાળવણી કરવાનો છે. જેના માટે રાજ્યમાં હાલ ૨૬ ઘટકો તથા ૧૧૫૫ ઉપકેન્દ્રો કાર્યરત છે, જેમાંથી ૫૪ ઉપકેન્દ્રો રાજકોટ જિલ્લામાં આવેલા છે. આ ઉપકેન્દ્રો દ્રારા પશુસંવર્ધન માટે કૃત્રિમ બીજદાનની સવલત પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત પ્રાથમિક પશુ સારવાર કેંન્દ્ર, વિવિધલક્ષી ગ્રામ્ય પ્રાથમિક પશુ આરોગ્ય કેન્દ્ર, પશુ દવાખાના અને વેટરીનરી પોલિક્લીનીક ખાતે પણ કૃત્રિમ બીજદાનની કામગીરીનો લાભ ikhedut portal મારફતે મેળવી શકાય છે.

ગુજરાત રાજ્યમાં પશુપાલન વ્યવસાય (Dairy Farming) સાથે સંકળાયેલ તમામ પશુપાલકો આ યોજનાનો લાભ લઈ શકે છે. રાજ્યના સ્થાનિક પશુપાલકોને તેમની પોતાની દેશી ગાયમાં કૃત્રિમ બીજદાન દ્વારા શુદ્ધ દેશી ઓલાદની જન્મેલ વાછરડી માટે રૂ.૩૦૦૦/- રોકડ સહાય સ્વરૂપે પશુપાલક દીઠ એક વાછરડી માટે પ્રતિ વર્ષ એક વખત સહાય મળવાપાત્ર છે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨માં રાજકોટ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા ૮૫ પશુપાલકોને રૂપિયા ૨.૫૫ લાખની સહાય ચુકવવામાં આવી છે.

આ યોજના (Pashupalan yojana gujarat 2022)નો લાભ મેળવવા માટે પશુપાલકે ikhedut portal પર ઓનલાઇન અરજી કર્યા બાદ કૃત્રિમ બીજદાન કર્યા અંગેનું પ્રમાણપત્ર, વપરાયેલ ડોઝની વિગત સાથેનું અરજી પત્રક લાભાર્થી પશુપાલકે મંજૂરી અર્થે સંબંધિત કચેરી(તાલુકા/શાખા પશુ દવાખાના)એ રજુ કરવાનું રહેશે. આ સાથે બેંક પાસબુકની નકલ/રદ કરેલ ચેક, બારકોડેડ રેશનકાર્ડ, કૃત્રિમ બીજદાન કરનાર સંસ્થાનું ‘પત્રક’ મુજબનું પ્રમાણપત્ર, આધારકાર્ડની નકલ સાથે જોડવાની રહેશે. વધુ માહિતી માટે નજીકના કાર્યરત ઘનિષ્ઠ પશુસુધારણા યોજનાના ઉપકેન્દ્ર, પ્રાથમિક પશુસારવાર કેંન્દ્ર, વિવિધલક્ષી ગ્રામ્ય પ્રાથમિક પશુ આરોગ્ય કેન્દ્ર, પશુ દવાખાનાનો સંપર્ક કરવા 02 જૂલાઈની અખબારી યાદીમાં જણાવાયું છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...