Homeગુજરાત૩૧ જૂલાઈ સુધી ખેડૂતો આ 30 કરતા વધારે યોજનાઓનો લાભ આ રીતે...

૩૧ જૂલાઈ સુધી ખેડૂતો આ 30 કરતા વધારે યોજનાઓનો લાભ આ રીતે મેળવી શકે છે

-

ખેડૂત સમાચાર : રાજ્ય સરકાર દ્વારા બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓ અમલી કરવામાં આવી છે. આ યોજનાઓનો લાભ સરકારના સત્તાવાર પોર્ટલ આઈ-ખેડૂત પોર્ટલ (I Khedut Portal) પરથી ખેડૂતો મેળવી શકે છે. લાભ લેવા ઈચ્છતા યોગ્ય ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ ૩૧ જુલાઈ સુધી અરજી કરી શકશે.

રાજકોટના બાગાયત નિયામક દ્વારા અખબારી યાદીમાં જણાવ્યા મુજબ આઈ ખેડૂત પોર્ટ પર ૩૦ કરતા વધારે યોજનાઓ (Gujarat Government schemes for farmers) ઉપલબ્ધ છે. જેમાં અરજદારો તારીખ ૩૧ જુલાઈ સુધી અરજી કરી લાભાર્થી બની શકે છે. આ યોજના (Sarkari Yojana 2022)માં વિવિધ પ્રકારની ખેતીલક્ષી પ્રવૃત્તિઓ સામેલ છે.

વધુ વાંચો- તેલીબિયાંના વાવેતર કરતા ખેડૂતો માટે તરઘડિયા કૃષી યુનિવર્સિટીનું માર્ગદર્શન: રાજકોટ

જેમાં અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળ પાકો જેવા કે આંબા, જામફળ, દાડમ, લીંબુ, અનાનસ (ટિસ્યુ), કેળ (ટિસ્યુ), જૂના બગીચાનું નવીનીકરણ/નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે, ટિસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય,અન્ય વિવિધ ફળોની ખેતી, અન્ય સુગંધિત પાકોના વાવેતર, ઔષધીય છોડ, પ્લાસ્ટિક આવરણ (મલચિંગ), દાંડી ફૂલ, ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર,. પાવર નેપસેક સ્પેયર, મેન્યુઅલ ફૂડ ઓપરેટર, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટિંગ મેનેજમેન્ટ અંતર્ગત પેકિંગ મટીરીયલમાં સહાય, પોલી હાઉસમાં ઉછેરવામાં આવતા ઓર્કિડ પ્લાન્ટ અંગે જુદી જુદી સહાય, કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ અને હવાઈ માર્ગે બાગાયતી પેદાશોના નિકાસ માટેના નુરમાં સહાયનો લાભ ખેડૂતોને મળી શકે છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...