Homeમનોરંજનસંજય રાઉતે PM મોદીને ધ્યાને રાખી આપ્યું નિવેદન

સંજય રાઉતે PM મોદીને ધ્યાને રાખી આપ્યું નિવેદન

-

શિવસેનાના(Shivsena) નેતા સંજય રાઉતે(Sanjay Raut) શનિવારે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, જવાહરલાલ નેહરુ પછી તેઓ એકમાત્ર એવા નેતા છે જે સમગ્ર…

શિવસેનાના નેતા સંજય રાઉતે શનિવારે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, જવાહરલાલ નેહરુ પછી તેઓ એકમાત્ર એવા નેતા છે જે સમગ્ર દેશમાં લોકો દ્વારા તેમના વખાણ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે ‘સબકા સાથ, સબકા વિકાસ’નું સૂત્ર ખરેખર તેને સુટ કરે છે.

રાઉતનું નિવેદન સ્પષ્ટપણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કેન્દ્રિત હતું જેમાં તેને 2014 માં ‘સબકા સાથ, સબકા વિકાસ’ ના સૂત્ર સાથે સત્તા સંભાળી હતી.

વધુ વાંચો – શામાટે બે વર્ષ સુધી લોકોના કોલિંગનો રેકોર્ડ રાખવાનો સરકારે આદેશ આપ્યો જાણો

પત્રકારો સાથે વાત કરતા રાઉતે કહ્યું “શિવસેના-ભાજપ ગઠબંધનને મજબૂત કરવામાં અટલ બિહારી વાજપેયીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ‘સબકા સાથ, સબકા વિકાસ’ વાક્ય ખરેખર તેમને અનુકૂળ છે.”

શિવસેનાના સાંસદ દિવંગત બીજેપી નેતાની જન્મજયંતિ પર વાજપેયી સાથે જોડાયેલા સવાલનો જવાબ આપી રહ્યા હતા. તેમણે કહ્યું “વાજપેયી ભારતમાં એકમાત્ર એવા બીજા નેતા હતા જેમની સમગ્ર દેશમાં પ્રશંસા થાય છે.

નાગાલેન્ડ હોય કે પુડુચેરી વાજપેયીનું સન્માન કરનારા લોકો દરેક જગ્યાએ હતા.” રાઉતે કહ્યું કે વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી ભાજપના બે મુખ્ય સ્તંભ હતા જેમણે પાર્ટીને દેશભરમાં ફેલાવવામાં મદદ કરી.

Must Read