Modasa News : સહારા ઈન્ડિયા (Sahara India)નો વિવાદ હાલ કેટલાક લોકો માટે પીડાનું કારણ બની રહ્યો હોય તેમ જણાય છે. સત્યમંથનની બુલંદ અવાજ (Buland Awaz) મુહિમમાં મોડાસાના રાકેશકુમાર શામળદાસ પટેલે પોતાની વ્યથા વર્ણવી હતી.
મોડાસાના રાકેશકુમારે જણાવ્યું હતું કે, તેેમણે મોડાસામાં સહારા ઈન્ડીયાની શાખામાં રૂપિયા 8-10 લાખની થાપણ મુકી હતી. પરંતુ આ રકમની મુદ્દત પાકી હોવા છતાં પણ તેમને પરત મળતી નથી. તેઓ 4-5 વર્ષથી સહારાની ઓફિસોમાં ધક્કા ખાઈ રહ્યાં છે. પરંતુ ત્યાં તેમને સહારા અને સેબી વચ્ચે સુપ્રિમ કોર્ટમાં ચાલતા કેસના નિકાલ બાદ જ પેમેન્ટ મળશે !
બુલંદ અવાજ- સરકારને આ યુવાન વિદ્યાસહાયકની ભરતી મામલે શું કહે છે જૂઓ
આ મામલે રાકેશભાઈએ પોતાનો અવાજ ઉઠાવી સત્ય મંથન ન્યુઝને પોતાનો વિડીયો મોકલ્યો છે. રાકેશભાઈ જણાવે છે કે આ રીતે લાખો ગરીબ, મજૂર અને ખેડૂતોના પૈસા ફસાયેલા છે ત્યારે સરકારે દરમિયાનગીરી કરી તેમના ન્યાય માટે આગળ આવવું જોઈએ.
ત્યારે સરકારને સીધો જ સવાલ છે કે, રાકેશભાઈ જેવા લાખો લોકો જો પોતાના હક્ક માટે રઝળતા હોય અને સરકારના પેટનું પાણી ન હલતું હોય તો તેનાથી મોટી શરમની વાત કઈ કહેવાય ? ઉપરાંત સહારાની ઓફિસમાંથી આપવામાં આવતા જવાબ કે સેબી અને સહારાના કેસનું નિકાલ થાય ત્યારે તમારો નિકાલ થાય તે વાત કેટલી હદે વાજબી ?
વધુ વાંચો- રાજકોટમાં આંગણવાડીના બહેનોનો હુંકાર ! સરકારે મુદ્દત માગતા હડતાળ સમેટી પણ…