Russia Ukraine News News In Gujarati, Russia Ukraine War Video, રશિયા યુક્રેનના સમાચાર : રશિયાએ યુક્રેન પર લાંબા ગાળાના વિવાદ Russia Ukraine Conflict બાદ આક્રમણ શરૂ કરી દિધું છે. વિશ્વના લગભગ મોટા દેશો રશિયાની ખિલાફ હોવા છતાં રશિયાએ મોટું પગલું ભરતા જાણકારો ચિંતાનો વિષય માની રહ્યાં છે. ત્યારે રશિયાએ યુક્રેન પર મિસાઈલ તેમજ હવાઈ હુમલા કરવા સહિત પોતાના યુધ્ધ ટેન્કોને પણ યુક્રેનની ધરતી પર ઉતારી દિધા છે. સમગ્ર ઘટનાને લઈ યુક્રેનના લોકો ભયની સ્થિતીમાં મુકાયા છે. ત્યારે લોકો દેશ છોડી જીવ બચાવવા માટે ભાગી રહ્યાં હોવાના અહેવાલ છે.
Russia Ukraine War Video વીડિયો- કીવ શહેરની દયનિય હાલતના દ્રશ્યો- ટ્રાફિક જામ
મળતા અહેવાલ મુજબ રશિયાના આક્રમણ બાદ યુક્રેનના કીવ શહેરમાંથી લોકો નાસી રહ્યાં છે. શહેરના લોકો યુધ્ધની સ્ફોટક સ્થિતીમાંથી Russia Ukraine Conflict Video કોઈ પણ ભોગે બહાર નિકળવા માંગે છે. યુરોપના દેશ ફિનલેન્ડે પણ યુક્રેનના રેફ્યુજીઓને શરણ આપવાની તૈયારી બતાવી છે. ત્યારે લોકો દેશ કીવ શહેર છોડવા પડાપડી કરી રહ્યાના અહેવાલ છે. જેના લીધે શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે.
કીવ શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો – Russia Ukraine Conflict
કીવ શહેરના માર્ગો પર હજારોની સંખ્યામાં લોકો જે હાથ લાગે તે વાહન લઈ શહેર છોડી રહ્યાં છે. હજારો વાહન એક સાથે માર્ગો પર આવતા અફતા તફરીના દ્રશ્યો સર્જાયા છે. જેના કારણે શહેરના ભયાનક માહોલમાં ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. મળતા અહેવાલો મુજબ રશિયા યુક્રેન વચ્ચેનો જંગ વધારે ભયાનક સાબિત થાય તેમ છે.
કીવ શહેર ખાલી કરવા લોકો અધીરા – રશિયા યુક્રેનના સમાચાર
કીવ શહેર છોડી રહેલા લોકો પોતાના ઘર-બાર છોડી હાથ લાગે તે સામાન લઈ નિકળી રહ્યા છે. યુધ્ધના ગંભિર દ્રશ્યો સમગ્ર વિશ્વને વિચલીત કરવા સાથે ચિંતામાં મુકી રહ્યા છે, ત્યારે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતીને બીજા દેશોને દખલગીરી નહીં કરવા જણાવ્યું છે. સાથે જ તેમણે કહ્યું હતુ કે જો રશિયા યુક્રેન મુદ્દે કોઈ દેશ દખલગીરી કરશે તો રશિયા તાત્કાલિક કાર્યવાહી કરશે. આમ રશિયાના પ્રમુખ કોઈ પણ ભોગે આ વિનાસ રોકવાના મુડમાં જણાતા નથી.