Monday, May 16, 2022

જૂઓ 4 વિડીયો – કેવી હાલત કરી છે રશિયાએ યુક્રેનની

Russia Ukraine War Video, Russia Ukraine News in Gujarati : વિડીયો Video : શિયા યુક્રેન વચ્ચે સતત 8 દિવસથી યુધ્ધ ચાલી રહ્યું છે, યુધ્ધના કેટલાક વિડીયો વિચલીત કરી દે તેવા છે. આ યુક્રનની હાલત યુક્રેનના લગભગ મોટા શહેરામાં થઈ રહી છે. જેના કારણે દરરોજ વધુને વદુ દયનીય બનતી જાય છે. યુક્રેનમાં રશિયન હુમલાઓને પગલે કેટલીય ઈમારતો નષ્ટ થઈ છે તો કેટલાય લોકોના જીવ ગયા છે. રશિયન આર્મી દ્વારા યુક્રેનના વિવિધ સ્થળો પર મિસાઈલ, બોમ્બ અને ટેન્ક વડે હુમલા કરી યુક્રેનને બરબાદ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કેટલાક વિડીયો સામે આવ્યા છે જેને જોઈ ખ્યાલ આવશે કે યુક્રેનની આજની હાલત કેવી છે, ને રશિયા કઈ રીતે યુક્રેનને બરબાદ કરવા ઉતર્યું છે.

ચેર્નિવ ઑઈલ ડેપોમાં પણ બોમ્બીંગ થતા ડેપોને નુકશાન પહોંચ્યું હતું. વિડીયો Video માં જોઈ શકાય છે કે, બોમ્બમારા બાદ કેવી રીતે ડેપો સળગી ઉઠ્યો હતો, જેના કારણે કાળા ધુમાડાના ગોટેગોટા ફેલાયા હતા. આસપાસના લોકો આવા દ્રશ્યો જોઈ ભયના ઓથાર તળે જતા રહે છે.

Russia Ukraine war Video વિડીયો – કેવી હાલત કરી છે રશિયાએ યુક્રેનની -War Video

ઈરપીન શહેરના પણ હાલ બેહાલ કરી નાખવામાં આવ્યા છે. રશિયન હુમલાના કારણે ઈરપીન શહેરની ઈમારતો તોડી પાડવામાં આવી છે. આ વીડિયોમાં શહેરના દ્રશ્ય જોઈ શકાય છે કે શહેર ભેંકાર ભાસે છે.

Russia Ukraine war video જૂઓ વીડિયો

આ વિડીયોમાં રશિયા દ્વારા દારૂગોળો હેરફેર કરવા માટે મેડિકલ વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે તેવો આક્ષેપ છે. કથિત વીડિયોમાં જોઈ શકાય છે કે, ટ્રકમાં ઉપર મેડિકલ વાહનનું ચિહ્ન છે  તેમજ ચોકડીનું નિશાન પણ છે. પરંતુ અંદર દવાના જગ્યા એ દારૂગોળો ભરેલો છે.

જૂઓ વીડિયો – યુધ્ધગ્રસ્ત યુક્રેનના રાજદૂત ‘મહાશિવરાત્રી’ પર શું બોલ્યા

રશિયા યુક્રેનની સરહદથી નજીકનું યુક્રેનનું ખાર્કિવ શહેર સ્થિત છે. ગઈકાલે જ ભારતીયોને ખાર્કવ કોઈપણ સંજોગોમાં છોડવા ભારતીય એમ્બેસીએ સુચના આપી હતી. ખાર્કિવ શહેર સૌથી વધારે જોખમ અને હુમલાનો ભોગ બની રહ્યું છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક ઈમારતને બોમ્બ ફેંકી નેસ્તોનાબૂદ કરી દેવામાં આવી છે. વીડિયોના કેપ્શનમાં જણાવાયું છે કે આ ઈમારત ખાર્કિવની શાળા નંબર 134 છે. જ્યાં રશિયાન સેના દ્વારા બોમ્બમારો કરી શાળાને જમીન દોસ્ત કરી દિધી હતી.

ઉપરના તમામ વીડિયો નેકસ્ટા મીડિયા દ્વારા ટ્વિટર પર શેર કરી માહિતી આપવામાં આવી છે.  

વધુ વાંચો – કુમળા બાળકોની ધરપકડ કરે છે રશિયા ! જાણો કેમ

પત્રકાર રાગીપ સોયલુ દ્વારા ટ્વિટર પર શેર કરાયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બોરડિયાન્કા ગામની હાલત ગંભીર છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે હુમલાના કારણે ગામ તબાહ થઈ ગયું છે અને સ્મશાનભૂમીની માફક ગમગીની છવાયેલી છે.

- Advertisment -

Must Read

rajkot district congress leader protest against price hike arjun khatariya

લીંબુ-મરચાના હાર પહેરી મોંઘવારીનું બેસણું કરે તે પહોલા કોંગ્રેસીઓને અટકાયત: રાજકોટ

Rajkot News રાજકોટ : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ...