Sunday, May 15, 2022

જૂઓ યુધ્ધનો વીડિયો : રશિયાના ભયાનક હુમલાના તાજા દ્રશ્યો આવ્યા સામે

Russia Ukraine News News In Gujarati રશિયા યુક્રેનના સમાચાર : રશિયા યુક્રેન વિવાદ Russia Ukraine Conflict બાદ રશિયાના હુમલાનો આજે ત્રીજો દિવસ છે. 24 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે કરેલા આક્રમણ બાદ રશિયન સૈન્ય ગઈકાલે શુક્રવારે યુક્રેનની રાજધાની કીવ સુધી પહોંચી ગયું હતુ. ત્યારે આજરોજ પણ રશિયન સેના દ્વારા ગોળાઓ વરસાવી હુમલા કરાવનું ચાલુ છે. આજના ભયાનક હુમલાના તાજા દ્રશ્યો Russia ukraine conflict video જે રાગીય સોયલુ નામના પત્રકારે ટ્વિટર પર શેર કરવામાં આવ્યા છે, તેને જોઈ યુધ્ધની ભયાનકતાનો અને રશિયાની બર્બતાનો અંદાજ કરી શકાય છે.

રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા જૂના વિવાદ એ હવે યુધ્ધનું સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે આજરોજ રશિયા દ્વારા કરાવામાં આવી રહેલા હુમલાના દ્રશ્યો Russia Ukraine war video સામે આવ્યા છે. પત્રકાર રાગીપ સોયલુ એ વીડિયો શેર કરતા કેપ્શન લખ્યું છે કે, કીવ પર એક્સ્પોલઝન અને સેલ્સથી હુમલા આજે પણ ચાલુ છે.

જૂઓ 5 વીડિયો – યુધ્ધની ગંભીર સ્થિતી, રાષ્ટ્રપતિ ઝેન્સકી પ્રથમ ટાર્ગેટ

વધુ વાંચો –યુક્રેનમાં સ્પેટનાઝની તાકાતથી ઘુસ્યું રશિયા, જાણો શું છે સ્પેટનાઝ સેના

ઉલ્લેખનિય છે કે રશિયા યુક્રેન યુધ્ધની શરૂઆત બાદ રશિયા યુક્રેનની રાજધાની કીવ શહેરમાં પ્રવેશી ચૂક્યું છે. જ્યાં રશિયન સેનાના ભારેખમ ટેન્કો સહિતની સામગ્રીથી ઘમાસાણ ચાલી રહ્યું છે. ત્યારે ગઈકાલે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે રશિયાનો પ્રથમ ટાર્ગેટ હું છું અને બાદમાં બીજો ટાર્ગેટ મારો પરિવાર છે. પરંતુ હું અને મારો પરિવાર યુક્રેનમાં જ છીએ.

Russia Ukraine war video વીડિયો : રશિયાના ભયાનક હુમલાના તાજા દ્રશ્યો -રશિયા યુક્રેનના સમાચાર

Russia Ukraine News News In Gujarati

યુક્રેનને રશિયાના આક્રમણથી બચાવવા યુ.એન. અને નાટો જેવી સંસ્થાઓ એ ધરપતથી વધારે કશું આપ્યું નથી તે વાત જગજાહેર છે. ત્યારે યુક્રેન હવે શક્તિશાળી રશિયાની સામે એકલું પડી ગયુ હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. મહત્વની વાત છે કે રશિયાના પ્રમુખ પુતિને ગઈકાલે યુક્રેનના વાતચિત કરવાના પ્રસ્તાવ પર સહમતી દર્શાવી હતી. પરંતુ આજે પણ આ હુમલા ચાલુ હોવાના કારણે વાતચિતનો મતલબ શું નિકળે છે તેના પર સૌ કોઈની નજર છે.

- Advertisment -

Must Read

rahul gandhi congress nav sankalp chintan shivir udaipur rajasthan gujarati news

કોંગ્રેસની ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીએ આવું ચિંતન, પરસેવો પાડવો પડશે તેવું...

National Politics News ઉદયપુર : પંજાબ, ઉત્તર પ્રદેશમાં ભૂંડી હાર બાદ કોંગ્રેસ માટે મોટો પડકાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 નજીક...