Homeઆંતરરાષ્ટ્રીયજૂઓ વિડીયો- ખતરનાક મિસાઈલ જે રશિયાએ ફેંકી તેનું નામ 'કિંજલ' નથી પણ...

જૂઓ વિડીયો- ખતરનાક મિસાઈલ જે રશિયાએ ફેંકી તેનું નામ ‘કિંજલ’ નથી પણ આ છે !

-

Russia Ukraine War Video, Russia Ukraine News in Gujarati : વિડીયો Video – News Gujarati : રશિયા યુક્રેન વચ્ચે 24 દિવસ બાદ પણ યુધ્ધ ચાલુ છે. ત્યારે હવે રશિયા યુક્રેનને પછાડવા માટે વધુ ગંભીર રસ્તાઓ અપનાવે તે સ્વાભાવિક વાત છે. ત્યારે એવા જ એક અહેવાલ મળ્યા છે જેમાં રશિયાએ ગઈકાલે શુક્રવારે લેટેસ્ટ કિંઝહલ હાઇપરસોનિક મિસાઇલો Kinzhal hypersonic missile attack થી યુક્રેન પર હુમલો કર્યાના અહેવાલો છે. આમ મામલે સ્પષ્ટતા કરતા રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે, આ મિસાઇલનો ઉપયોગ પશ્ચિમી યુક્રેનમાં હથિયાર સ્ટોરેજ સાઇટને નષ્ટ કરવા માટે કર્યો છે.

રશિયા દ્વારા કરવામાં આવેલા લેટેસ્ટ મિસાઈલ ‘કિંઝહલ’ મિસાઈલનું Kinzhal Missile નામ થોડું અટપટ્ટુ છે. પરંતુ તેનાથી કિંજલ જેવો ગોટાળો થાય તેવુ પણ નથી. આ વાત ગૌણ છે માટે મુળ વાત પર આવીએ. રશિયાના આ મિસાઈલ હુમલાના કારણે 40 જેટલા યુક્રેનના સૈનિકોના મૃત્યુ થયાના અહેવાલ છે. મહત્વની વાત છે કે આ યુધ્ધમાં કેટલાક નિર્દોષ નાગરિકો પણ મોત પામી રહ્યાં છે જેમાં મળતા આંકડા મુજબ 112 તો બાળકોના મૃત્યુ નોંધાયા છે.

  • શું છે કિંઝહલ મિસાઈલ ?

રશિયાની લેટેસ્ટ મિસાઈલ Latest Missile કિંઝહલની ખાસીયત છે કે, તે અવાજની ગતી કરતા 10 ગણી વધારે ગતિથી ઉડે છે. આ હથિયાર વર્ષ 2018માં રશિયાના રાષ્ટ્રપતિએ દુનિયા સમક્ષ ખુલ્લુ મૂક્યું હતું.

Ukraine War Video વિડીયો- રશિયાએ ફેંકી એ મિસાઈલ ‘કિંજલ’ નથી પણ આ છે !

કિંઝહલ એક હાઇપર સોનિક મિસાઇલ છે જેની રેન્જ 1500થી 2000 કિ.મી. છે, આ મિસાઈલ પોતાની સાથે 480 કિલોના પરમાણું પેલોડનું પણ વહન કરી શકે છે. આ જથ્થો જાપાનના હિરોસિમા પર ફેંકવામાં આવેલા ફેટ મેન બોમ્બ કરતા 33 ગણો વધારે હોવાનું મનાય છે.

  • કિંઝહલનો મતલબ શું ?

કિંઝહલ નો મતલબ હિંદીમાં ખંજર Kinzhal meaning in Hindi થાય છે. નિષ્ણાતોનો દાવો છે કે કિંઝહલ મિસાઈલનો કોન્સેપ્ટ ઇસકેન્ડર-એમ ની જેમ જમીન પરથી છોડવામાં આવતી ઓછી રેન્જની બેલેસ્ટિક મિસાઇલો પરથા લેવામાં આવ્યો છે. આ મિસાઈલનું લોન્ચિંગ થયા બાદ તે 4900 કિ.મી. પ્રતિ કલાકની ગતિ પકડે છે. આ ગતિ વધીને 12,350 કિ.મી. પ્રતિ કલાક થતી હોવાનું માનવામાં આવે છે. સાથે મિસાઈલ ખુબ ઉંડે સુધી પ્રહાર કરી શકતી હોય તેને વધારે ગંભિર માનવામાં આવે છે.

જાણવા જેવું ગુજરાતીમાં વાંચો

ભયાનક વેક્યુમ બોમ્બ એટલે શું ? કેવી રીતે કરે છે કામ ? અને શું છે ઉપયોગના નિયમ ?

પોલેન્ડ આજે પણ જામનગરના રાજાની મદદને નથી ભુલ્યુ, જાણો એવી તો કઈ મદદ હતી

આજના તાજા સમાચાર ગુજરાત– News Gujarati

‘આપ’ની સરકારના મંત્રીઓ એ ગ્રહણ કર્યા શપથ, કેજરીવાલની શુભેચ્છા સાથે સૂચન

સુરતમાં કોમ્પ્લેક્ષનો સ્લેબ ધરાશાયી, 2 ના મોત કેટલાક દટાયાના અહેવાલ

દેશની સૌથી મોટી Indian Oil કંપનીએ આપ્યું રશિયાથી ક્રૂડ ઓઇલ ઈમ્પોર્ટ સોદાને અંતિમ સ્વરૂપ

Must Read