Russia Ukraine News News In Gujarati રશિયા યુક્રેનના સમાચાર : રશિયા અને યુક્રેન વચ્ચે ધમાસાણ યુધ્ધ ચાલી રહ્યું છે. ત્યારે હજારોની સંખ્યામાં ભારતિય નાગરિકો યુક્રેનમાં Indian in Ukraine ફસાયા છે. ફસાયેલા મોટાભાગના વિદ્યાર્થી હોવાના અહેવાલ છે. સાથે જ ગુજરાતના પણ હજારો વિદ્યાર્થીઓ યુધ્ધની દયનિય હાલતમાં ફસાઈ ગયા છે. ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભારતિય વિદ્યાર્થીઓને પરત લાવવાનું આશ્વાસન આપી રહ્યાં છે. પરંતુ આ વીડિયોમાં Russia Ukraine war video યુવકની વાત સાંભળી સ્થિતી કંઈક અગલ જ લાગી રહી છે. (વીડિયો લેખના અંતમાં રજૂ કરેલ છે.)
સોશિયલ મીડિયા પર કથિત વાયરલ વિડીયો Viral Video પ્રતિક પટેલ ખેડા જિલ્લાના એરંજ ગામના હોવાનું જણાવી રહ્યા છે. વીડિયોમાં તેઓ જણાવે છે કે કીવની સ્થિતી હાલ ખુબ જ ખરાબ છે. અહીં રશિયન આર્મી ઘુસી Russia Ukraine Conflict ગઈ છે જેના લીધે તેઓ ટેક્સી ભાડે કરી નિકળી ગયા હતા. સરકારે કહ્યું છે કે, પોલેન્ડ, હંગેરી, સ્લોવાકિયાની સરહદ પર જાઓ અમે મદદ કરવા તૈયાર છીએ. પરંતુ કોઈ મદદ અમને મળી નથી. અહીં 100 કિલોમીટર લાંબી લાઈનો છે બોર્ડર પર જવા માટે. અમારી ટેક્સી ડ્રાઈવર અમને ઉતારી જતો રહ્યો છે, અમારી સાથે એક ગર્ભવતી સ્ત્રી પણ છે. અહીં કોઈ મદદ માટે તૈયાર નથી અમે 30 કિલોમીટર ચાલ્યા છીએ.
અહીં કોઈ મદદ કરવા તૈયાર નથી અને ભારત સરકાર અહીં પહોંચો ત્યાં પહોંચો કહે છે. પરંતુ ક્યાંય પહોંચી શકાય તેમ નથી. અમને ટેક્સી કે હોટ્લ પણ મળતી નથી, સાથે જ તેમને વિનંતી કરતા કહ્યું છે કે, તમારી હેલ્પલાઈનના નંબર બંધ બતાવે છે. લોકો ફસાયેલા છે જો અમને મદદ કરવા માંગતા હોય તો જ તમે ગાઈડલાઈન બહાર પાડો. ભારતિયો હેરાન થઈ રહ્યાં છે કોઈ ફસાયેલા છે તો કોઈ માર્ગ પર ફસાયેલા છે. સાથે જ પૈસા પણ પુરા થઈ રહ્યાં છે અને ભારતથી મંગાવી શકાય તેમ પણ નથી.
Russia Ukraine War video વીડિયો: ગુજરાતીઓ ગર્ભવતી સ્ત્રી સહિત યુક્રેનમાં ફસાયા – રશિયા યુક્રેન સમાચાર