Russia Ukraine Conflict Video, રશિયા યુક્રેનના સમાચાર, Russia Ukraine News News In Gujarati : રશિયા- યુક્રેનનો ગંભીર વિવાદ હવે યુધ્ધની સ્થિતિમાં પલટાતો જોવા મળી રહ્યો છે. રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાના દ્રશ્યો ભયાનક તબાહીના એંધાણ હોય તેવું લાગી રહ્યું છે. ભયાનક યુધ્ધ તરફ જઈ રહેલા રશિયા અને યુક્રેને સમગ્ર વિશ્વને ચિંતામાં મુકી દિધા છે.
Russia Ukraine war Video : છેલ્લા દિવસોમાં રશિયા – યુક્રેન વચ્ચેનો વિવાદ Russia Ukraine Conflict ચરમસિમા પર પહોંચ્યો છે. આજરોજ યુક્રેન પર રશિયાએ હુમલા શરૂ કરી દિધા છે. ત્યારે યુક્રેનની હાલત ગંભીર બની ગઈ છે.
Russia Ukraine war Video વીડિયો આકાશમાંથી વરસાવી રહ્યું છે બોમ્બ
લોકો દેશ છોડી જીવ બચાવવા મજબૂર બન્યા છે તો બીજી તરફ વિદેશી નાગરિકો પણ યુક્રેનમાં ફસાયા છે. યુક્રેનના વિવિધ વિસ્તારોમાંથી સામે આવી રહેલા વીડિયો પરથી સ્થિતીની ગંભિરતા પારખી શકાય છે.
જૂઓ વીડિયો – યુધ્ધનો ભય: કીવ શહેરની દયનિય હાલતના દ્રશ્યો, ટ્રાફિક જામ
જૂઓ વીડિયો – રશિયા-યુક્રેન યુધ્ધ રશિયન આર્મી કેવી રીતે આગળ વધી રહી છે
વીડિયો – હેલિકોપ્ટર વરસાવી રહ્યા છે બોમ્બ Russia Ukraine Conflict Video
રશિયા આકાશમાંથી હેલિકોપ્ટર અને ફાઈટર જેટ વડે હુમલા કરવા સાથે મિસાઈલ હુમલા પણ કરી રહ્યું છે. મોટી સંખ્યામાં સૈન્ય અને શસ્ત્ર સરંજામ સાથે રશિયા યુક્રેનમાં ઘુસી ગયું છે.
વીડિયો – રશીયાએ કરી યુધ્ધની શરૂઆત, ભયાનક તબાહીના ભણકારા
યુક્રેનમાં મોતનું તાંડવ ખેલી રહ્યું છે રશિયા – Russia Ukraine Conflict
જે વીડિયો પણ સોશિયલ મીડિયા મારફતે સામે આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભારતીય વિદ્યાર્થીઓ પણ યુક્રેનમાં મોટી સંખ્યામાં ફસાયા ના અહેવાલો છે.
વધુ વાંચો – યુક્રેનનના એર ડિફેન્સની હાલત બગાડતું રશીયા
હાલ યુનાઈટેડ નેશન્સ અને નાટો તરફ દુનિયાની નજર છે. રશિયાની સૈન્ય કાર્યવાહી અને હુમલા અટકાવવા માટે યુક્રેન દ્વારા વિવિધ દેશોની મદદ માંગવામાં આવી છે. જેમાં યુક્રેનના પ્રેસિડેન્ટે ભારતના પ્રધાનમંત્રીનો પણ સંપર્ક કરી અપિલ કરી હતી.
રસ્તા પર જોવા મળી રહી છે રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા બાદની તબાહી
સોશિયલ મીડિયા પરના ઉપરોક્ત વીડિયોની પુષ્ટી સત્યમંથન કરતું નથી.