Russia Ukraine news in Gujarati, રશિયા યુક્રેનના સમાચાર : આજના સમાચાર રશિયાના હુમલા યુક્રેનમાં સતત વિનાશ વેરાઈ રહ્યો છે. ત્યારે યુધ્ધગ્રસ્ત Russia Ukraine War યુક્રેનની તાજેતરની સેટેલાઈટ તસવીરો Satellite Images સામે આવતા ભયંકર વિનાશ જોઈ શકાય છે. જેમાં નાશ પામેલી ઈમારતો તેમજ લશ્કરી વાહનોની લાંબી કતારો તેમજ આવશ્યક ચીજ વસ્તુ માટે લાંબી કતારમાં ઉભેલા લોકો દ્રશ્યમાન થાય છે.
શરણ મેળવવા પ્રયાસ
ચેર્નિહિવ અને કિવ સુપરમાર્કેટની બહાર લોકો લાંબી કતારમાં ઉભેલા છે. કેટલાક ખોરાક ખાય છે તો કેટલાક હજૂ રાહ જૂએ છે. યુક્રેનના લોકો વિવિધ સરહદો પર ક્રોસિંગ પોઈન્ટથી હંગેરી, સ્લોવાકિયા તેમજ રોમાનિયા જેવા પાડોશી દેશમાં શરણ મેળવવા પ્રયાસ કરતા જોઈ શકાય છે.

Satellite Images – યુક્રેનમાં સર્વત્ર વિનાશની દયાજનક તસવીરો આવી સામે – Russia Ukraine War

કિવ શહેરને કબ્જે લેવા બોમ્બમારો તેજ
તાજેતરમાં મળતા અહેવાલો મુજબ, રશિયા યુક્રેનના શહેરોને પોતાના નિયંત્રણમાં લેવા પ્રયાસ કરી રહ્યું છે. રશિયન આર્મી એ યુક્રેનની રાજદાની કિવ શહેરને કબ્જે લેવા બોમ્બમારો તેજ કર્યો છે. રશિયન સેના યુક્રેનના ખેરસન પર કબ્જો મેળવી ચૂકી છે તો સ્થાનિક અધિકારીએ આ વાતની પુષ્ટી પણ કરી હતી. સાથે જ રશિયન હુમલામાં 2,000 કરતા વધારે નાગરિકોના મૃત્યુ થયાના અહેવાલ પણ છે.
જૂઓ વીડિયો – ડ્રોનથી વરમાળા આવતા વરરાજાએ કર્યું એવું કે વીડિયો થયો વાયરલ
જૂઓ વીડિયો – વખાણમાં ભાન ભૂલ્યા ભાજપ નેતા, હાસ્યનો શિકાર બન્યા

10 લાખ શરણાર્થીઓને યુક્રેન છોડ્યું
ગુરુવારે માહિતી આપતા યુએન શરણાર્થી એજન્સીએ કહ્યું કે રશિયાના હુમલા બાદ 10 લાખથી વધુ લોકો યુક્રેન છોડીને ભાગી ગયા છે. શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચાયુક્ત ફિલિપો ગ્રાન્ડીએ ટ્વીટ કર્યું કે માત્ર સાત દિવસમાં અમે 10 લાખ શરણાર્થીઓને યુક્રેન છોડીને પડોશી દેશોમાં જતા જોયા છે.

ઇતિહાસને “ભૂંસી” નાખવાનો પ્રયાસ
યુક્રેન પર રશિયા એ કરેલા શસ્ત્ર હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 498 જેટલા રશિયન સૈનિકો માર્યા ગયા છે. રશિયા તરફથી પ્રથમ વખત આ હુમલામાં તેને કેટલું નુકસાન થયું છે તેની માહિતી આપવામાં આવી છે. દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે રશિયા યુક્રેનિયનો, તેમના દેશ અને તેમના ઇતિહાસને “ભૂંસી” નાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.