Homeઆંતરરાષ્ટ્રીયતમામ મિગ-29 ફાઈટર જેટ યુક્રેનને આપવાની પોલેન્ડની જાહેરાત, યુધ્ધનો 14મો દિવસ

તમામ મિગ-29 ફાઈટર જેટ યુક્રેનને આપવાની પોલેન્ડની જાહેરાત, યુધ્ધનો 14મો દિવસ

-

Russia Ukraine News News In Gujarati, રશિયા યુક્રેનના સમાચાર: 14th Day of War : રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 14 મો 14th Day of War દિવસ છે. હાલ યુક્રેનને NATO સમાવેશ ન કરાતા ઝેલેન્સ્કી નારાજ જોવા મળ્યા છે. અમેરિકાએ હવે દબાણ વધારવા રશિયાથી તેલ અને ગેસની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે યુધ્ધની સ્થિતી હવે નિર્ણાયક અને ગંભીર થતી જણાય છે.

દરમિયાન પોલેન્ડે Poland પોતાના તમામ મિગ-29 ફાઈટર જેટ MIG-29 Fighter Jet યુક્રેનને આપવાની જાહેરાત કરી છે, જેથી રશિયા સામે યુદ્ધ લડી શકાય. અમેરિકા એ પોલેન્ડની આ ઓફર ફગાવી દઈ તેના કારણે તણાવ પેદા થવા સહિતની ચિંતા વ્યકત કરી છે.

રશિયા યુક્રેનના સમાચાર મીગ-29 ફાઈટર જેટ યુક્રેનને આપવાની પોલેન્ડની જાહેરાત

વધુ વાંચો- મહિલા દિવસે જ મહિલાની રસ્તા પર હત્યા ! મહિલા સુરક્ષાના કાર્યક્રમો માત્ર તાયફા

રશિયન આક્રમણને નિષ્ફળ બનાવવા માટે અમેરિકા પોલેન્ડમાં 2 પેટ્રિઅટ મિસાઈલ તૈનાત કરશે. યુએસ યુરોપિયન કમાન્ડના પ્રવક્તાએ મંગળવારે રાત્રે યુ.એસ. ટી.વી. ચેનલ સી.એન.એન.ને જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયાના ચાલી રહેલા આક્રમણ દરમિયાન યુ.એસ. અને નાટો NATO સાથીઓને કોઈ પણ સંભવિત જોખમોનો સામનો કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ પોલેન્ડમાં “રક્ષણાત્મક જમાવટ” કરવા માટે બે પેટ્રિઅટ્સ મિસાઇલ બેટરીઓ પોલેન્ડ મોકલી રહ્યું છે. પેટ્રિઅટ્સ એ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ્સ છે, જે આગામી ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલો, અદ્યતન વિમાનો અને ક્રુઝ મિસાઇલોનો સામનો કરવા અને તેનો નાશ કરવા માટે બનાવવામાં આવી છે.

વીડિયો- વાહ ભારત ! ઓપરેશન ગંગા એ પાકિસ્તાનીનો પણ બચાવ્યો છે જીવ

તમામ ઘટનાક્રમ વચ્ચે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ યુક્રેનના પાડોશી દેશો પોલેન્જ તેમજ રોમાનિયાની મુલાકાતે જવાની જાહેરાત થઈ છે. અમેરિકાના વ્હાઈટ હાઉસની શુક્રવારની જાહેરાત પ્રમાણે, કમલા હેરિસની મુલાકાત 11 માર્ચ સુધી ચાલવાની છે, જેમાં વોરસો, બુકારેસ્ટના સ્ટોપ પણ સમાવેશ થશે. જ્યાં તેઓ પાડોશી દેશ યુક્રેનને કેવી રીતે સહકાર આપી શકે તે બાબતે ચર્ચા કરશે. 

Must Read

jayrajsinh jadeja aniruddhsinh ribda

ગોંડલમાં રાજકારણ ગરમાય તેવી સ્થિતી રીબડા જુથની પત્રકાર પરિષદનું આયોજન

Gujarat Politics 2022 : વિધાનસભા ચૂંટણી પહેલા ગોંડલમાં રાજકારણ ગરમાયું છે. આ બેઠક પર ચૂંટણી લડવા માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ...