Wednesday, May 18, 2022

હું છુપાયેલો નથી, મને ડર પણ નથી: ઝેલેન્સકી, રશિયા યુક્રેન યુધ્ધનો 13મો દિવસ

રશિયા યુક્રેનના સમાચાર, આજના સમાચાર, Russia Ukraine News in Gujarati : રશિયા યુક્રેનના યુધ્ધના બાર દિવસ બાદ પણ સ્થિતીમાં કોઈ સુધાર કે સમાધાનની વાત જોવા મળતી નથી. રશિયા યુક્રેન કેટલાક વિસ્તારોમાં નિયમ સમય પુરતા યુધ્ધ વિરામ પર સહમત થાય છે. પરંતુ યુક્રેન રશિયા તેનું પાલન નથી કરતું તેવા આક્ષેપ કરે છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સોશિયલ મીડિયા પર વિડીયો Video મારફતે ફરી સામે આવી પડકાર ફેંકી રહ્યાં છે.

કેટલાક અહેવાલો એવા ફરતા થયા છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દેશ છોડી નિકળી ગયા છે. ત્યારે યુધ્ધ દરમિયાન ઝેલેન્સકીએ નિવેદન જાહેર કરી માહિતી આપી છે કે તેઓ યુક્રેનની રાજધાની કિવમાં જ હાજર છે. સાથે જ તેમને કહ્યું છે કે, તેઓ યુક્રેનની રાજધાની કિવમાં કોઈ પણ ભય વિના હાજર છે અને છુપાતા નથી.

વધુ વાંચો – પાંચ રાજ્યોના તમામ એક્ઝિટ પોલ એક સાથે

Video વિડીયો- હું છુપાયેલો નથી મને ડર પણ નથી: ઝેલેન્સકી – આજના સમાચાર

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Володимир Зеленський (@zelenskiy_official)

વધુ વાંચો – જાતે જ ગેરકાયદેસર બાંધકામ તોડવા લાગ્યા છે અસામાજિક તત્વો: અમદાવાદ

જૂઓ વિડીયો – ધોનીનો ‘સર જાડેજા’ નહીં, આજે જોવા મળ્યો શેન વોર્નનો ‘રોકસ્ટાર’

ઝેલેન્સ્કીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયાની સેનાએ યુક્રેનના અનેક શહેરો પર તોપમારો વધારી દીધો છે. રશિયન દળો ઉત્તરી અને પશ્ચિમી પ્રદેશોમાંથી રાજધાની કિવમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઝેલેન્સ્કીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો જાહેર કરીને કહ્યું, “હું કિવમાં છું. બાંકોવા સ્ટ્રીટ પર. હું છુપાતો નથી અને મને કોઈનો ડર પણ નથી.”  તેમણે કહ્યું હતું કે તેઓ જે પણ લડી રહ્યા છે તે “દેશભક્તિનું યુદ્ધ” જીતવા માટે જે કંઈ પણ કરી શકે તે કરશે.

અત્રે ઉલ્લેખીય છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી એક હાસ્ય કલાકાર રહી ચૂક્યાં છે. હાલ તેઓ પશ્ચિમી દેશોની તાકાત અને રશિયાની વચ્ચે શીત યુધ્ધના સમયગાળામાં યુક્રેનના રાષ્ટ્રપતિ છે. કેટલાક અહેવાલ મુજબ રશિયા દ્વારા 44 વર્ષીય નેતા ઝેલેન્સકીને ખતમ કરવા યુધ્ધ દરમિયાન ત્રણ પ્રયાસો થઈ ચૂક્યા છે. પરંતુ યુક્રેની અધિકારીઓના દાવા મુજબ તેમને તેઓ એ નિષ્ફળ બનાવી દિધા હતા.

રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયન સૈન્ય પર ભાગવાનો પ્રયાસ કરી રહેલા નાગરિકો પર હુમલો કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, “માનવતાવાદી કોરિડોર માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. શું તે મુજબ વર્તન થયું હતું ?  રશિયન ટેન્કોએ એ રસ્તો રોકી લીધો,  રશિયન રોકેટ લોન્ચર, રશિયન લેન્ડમાઇન્સે તેને સફળ થવા દીધા નહીં.”

- Advertisment -

Must Read

man sleeping with chittah in video viral mr Dolph C Volker trending video on social media youtube

ચિત્તા સાથે ઉંઘતા માણસનો વિડીયો ફરી થયો વાયરલ, જાણો શા માટે...

Man sleeping with three cheetahs viral video : આપે કદાચ કોઈ વ્યક્તિને બિલાડી અને કૂતરા સાથે સૂતા જોયા હશે, પરંતુ શું તમે...