Homeઆંતરરાષ્ટ્રીયયુધ્ધના 11 માં દિવસે રશિયાની યુક્રેનનું ‘અસ્તિત્વ સમાપ્ત’ કરાવની ધમકી

યુધ્ધના 11 માં દિવસે રશિયાની યુક્રેનનું ‘અસ્તિત્વ સમાપ્ત’ કરાવની ધમકી

-

રશિયા યુક્રેનના સમાચાર, Russia Ukraine News in Gujarati: યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનો Russia Ukraine war 11th day આજે 11 મો દિવસ વિતી રહ્યો છે. શક્તિશાળી રશિયાના આક્રમણે યુક્રેનના અસ્તિત્વ પર ખતરો પેદા ઉભો કર્યો છે. રશિયા દ્વારા યુક્રેન પર આક્રમણ બાદ અમેરિકા સહિતના દેશો દ્વારા પશ્ચિમી દેશો એ કડક પ્રતિબંધો જાહેર કર્યા છે. ત્યારે રશિયાની અર્થવ્યવસ્થાને તેની સીધી અસર પહોંચી રહી છે. જેના કારણે રશિયાની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડી રહ્યો છે. જેનાથી ગુસ્સે થઈ મોસ્કોએ યુક્રેનના સ્વતંત્ર દેશનો દરજ્જો જ ખતમ કરવાની ધમકી આપી છે.

અમેરિકન કંપની વિઝા અને માસ્ટરકાર્ડે પણ રશિયાને સસ્પેન્ડ કરી વિશ્વની અર્થવ્યવસ્થાથી અલગ કરવાનો પ્રયોગ કર્યો છે. અગાઉ શનિવારે રાત્રીના ઈઝરાયલના વડાપ્રદાન નફતતાલી બેનેટ અચાનક મોસ્કો પહોંચ્યા હતા. તેમને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે લગભગ ત્રણ કલાક સુધી ચર્ચા કરી હતી. ઈઝરાયલા વડાપ્રધાન કાર્યાલયે આપેલા નિવેદનમાં કહ્યં હતુ કે, આ અઘોષિત બેઠક અમેરિકી વહિવટી તંત્રના કારણે હતી. પુતિન સાથેની મુલાકાત બાદ ઈઝરાયલના વડાપ્રધાને યુક્રેને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે પણ ચર્ચા કરી હતી. વોલોદિમિર ઝેલેન્સ્કી પણ તેમને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી રહ્યાં છે.

Russia Ukriane war 11th day યુક્રેનનું અસ્તિત્વ સમાપ્ત કરાવની ધમકી

તમામ બાબતો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને શનિવારે ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી હતી. તેમને યુક્રેન માટે નણાકિય સહાય અને સુરક્ષા સબંધિત મુદ્દે ચર્ચા કરી હતી. આ અઠવાડિયે બંને નેતાઓ વચ્ચે આ બીજી વખત ટેલિફોનિક ચર્ચાના અહેવાલ છે. ત્યારે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કેવર ખાતે શનિવારે હજારો લોકો યુક્રેનના સમર્થનમાં જોવા મળ્યા હતા. ટૂંકમા રશિયા વિરોધ પ્રદર્શન કરી યુધ્ધ રોકવા માટે અમેરિકા સહિત નાટોને પગલા લેવા અપીલ કરી હતી.

ગઈકાલે, રશિયાએ યુક્રેનના બે શહેરો મોરયુપોલ અને વોલ્નોવાખામાં યુદ્ધવિરામની જાહેરાત કરી હતી, પરંતુ તે પછીથી પાછી ખેંચી લેવામાં આવી હતી.  યુક્રેન રશિયા પર યુદ્ધવિરામનો ભંગ કરવાનો આરોપ લગાવે છે.  દરમિયાન, રશિયાએ યુક્રેન અને ડોનેટ્સક અને લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિક (DPR અને LPR) થી આવતા વિદેશી નાગરિકો માટે પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવી છે.  ક્રેમલિન પ્રેસ સર્વિસે આ માહિતી આપી છે.

Must Read