Monday, May 16, 2022

ઘાતક હુમલામાં યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ, સરકાર વહેલી તકે પરત લાવે નાગરિકોને

આજના તાજા સમાચાર ગુજરાત, રશિયા યુક્રેન સમાચાર, Russia Ukraine News in Gujarati : યુધ્ધગ્રસ્ત યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે. યુક્રેનમાં બોમ્બ વિસ્ફોટમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું Indian Student lost his life in Ukraine છે. વિદેશ મંત્રાલય દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. મંગળવારે રશિયન સૈનિકોએ એક સરકારી ઈમારતને ઉડાવી દેતા કર્ણાટકના હાવેરીના એક ભારતીય વિદ્યાર્થી નવીનનું મૃત્યુ થયું હતું.

Russia Ukraine news in Gujarati : ઘાતક હુમલામાં યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ

માર્યા ગયેલા વિદ્યાર્થી માત્ર ભોજનની વ્યવસ્થા કરવા માટે બહાર આવ્યો હતો. મળતા અહેવાલ મુજબ તે માત્ર ભોજન લેવા માટે બહાર ગયો હતો. હોસ્ટેલમાં રહેતા અન્ય બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ છે પરંતુ તે ગવર્નરના નિવાસની પાછળના ફ્લેટમાં રહેતો હતો. તેઓ એક કલાકથી વધુ સમય સુધી લાઈનમાં ઊભા રહ્યાં, દરમિયાન એક હવાઈ હુમલો થયો, જેમાં ગવર્નર હાઉસને ઉડાવી દેવામાં આવ્યું અને તેમાં વિદ્યાર્થીનું મૃત્યુ થયુ હતુ.એક અહેવાલ મુજબ આ ભારતીય વિદ્યાર્થીનું મોત રશિયન આર્મીના ગોળીબારથી થયું હોવાનું જણાવાયું છે.

યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવના વિડીયોમાં રશિયન લશ્કરી હુમલાને કારણે થયેલું વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. અન્ય હુમલામાં એક મોટી સરકારી ઈમારતમાં પણ વિસ્ફોટ થતો જોઈ શકાય છે. કેટલાક અહેવાલો મજુબ યુક્રેનના શાર્કિવ શહેરમાં બગડતી સ્થિતિ ચિંતાનું કારણ બની રહી છે. આ શહેરમાં ભારતીય નાગરિકોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

ખાર્કિવ અને અન્ય સંઘર્ષ ઝોનના શહેરોના વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકો માટે સલામત માર્ગની જરૂરિયાત રશિયન અને યુક્રેનિયન દૂતાવાસો સમક્ષ ઉઠાવવામાં આવી છે. દરમિયાન, યુક્રેન પર રશિયન હુમલો મંગળવારે છઠ્ઠા દિવસે પ્રવેશી ગયો. બંને દેશો વચ્ચે ગઈકાલની મંત્રણા નિષ્ફળ ગયા બાદ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ અને અન્ય મોટા શહેર ખાર્કિવમાં તોપમારો તેજ કર્યો છે. ખાર્કિવમાં આજે આ હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું, “ખૂબ દુઃખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થી માર્યો ગયો હતો. મંત્રાલય તેના પરિવારના સંપર્કમાં છે. અમે પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.”

- Advertisment -

Must Read

rajkot district congress leader protest against price hike arjun khatariya

લીંબુ-મરચાના હાર પહેરી મોંઘવારીનું બેસણું કરે તે પહોલા કોંગ્રેસીઓને અટકાયત: રાજકોટ

Rajkot News રાજકોટ : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ...