Homeઆંતરરાષ્ટ્રીયયુક્રેનની સ્થિતિ ઉપર પશ્ચિમી દેશોના વિચાર, અને કાર્યવાહી વાંચો...

યુક્રેનની સ્થિતિ ઉપર પશ્ચિમી દેશોના વિચાર, અને કાર્યવાહી વાંચો…

-

Russia Ukraine News in Gujarati રશિયા યુક્રેનના સમાચાર : યુક્રેન પર રશિયાના આક્રમણ Russia Ukraine Conflict બાદ વિશ્વના ઘણાં દેશો એ રશિયા પર કડક પ્રતિબંધ લગાવવાનું શરૂ કરી દીધું છે. રશિયા પર વિવિધ પ્રતિબંધો લાદી દબાણ કરવા છતાં રશિયા છે કે થોભવાનું નામ નથી લઈ રહ્યું. આ તમામ બાબતો વચ્ચે રશિયન ફોજના આક્રમણ યુક્રેનમાં ચાલી રહ્યા છે. જેના કારણે સ્થિતિ સુધારવાને બદલે પણ સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. પરંતુ હવે રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પર દબાણ વધારવાના વિકલ્પો મર્યાદિત હોવાની શક્યતા વધુ દેખાઈ રહી છે.

જી-7 ના નેતાઓએ તાજેતરમાં રશિયા સામે આકરા પ્રતિબંધોની ચીમકી ઉચ્ચારી છે. અમેરિકી રાજદ્વારી એન્ટોની બ્લિન્કેને કહ્યું કે, જો રશિયા યુધ્ધ બંધ નહીં કરે તો તેઓ દ્વારા વધુ પ્રતિબંધો લાદવામાં આવશે. U.S.A. એ યુરોપિયન સાથીઓ સાથે મળીને રશિયન નાણાકીય વ્યવસ્થા સહિત મોટા કારોબારીઓ સામે પ્રતિબંધોની જાહેરાત કરી દીધી છે. જેમ કે, મહત્વની ટેકનોલોજી નિકાસ કરવા તેમજ હવાઈ નાકાબંધી અને રમત ગમતના મોટા આયોજનમાં રશિયાને બાકાત કરવું.

વીડિયો પરમાણુ પ્લાન્ટ પર રશિયાનો કબ્જો: 10 મહત્વની વાત

યુક્રેન ખાતેના અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત વિલિયમ ટેલરે કહ્યું કે, “કેટલાક લોકોને લાગતું હતું કે આ પ્રતિબંધોની ધમકી રાષ્ટ્રપતિ પુતિનને રોકવા માટે પૂરતી છે, પરંતુ એવું ન હતું. માટે મારા માટે એ વધુ પ્રતિબંધોથી પણ રોકાય તેમ સ્પષ્ટ રીતે જણાતું નથી. દરમિયાન, અમેરિકાના ઘણા સાંસદો રાષ્ટ્રપતિ બાઇડનને વિનંતી કરી રહ્યા છે કે તેઓ રશિયન ઓઈલની અમેરિકન આયાત પર પ્રતિબંધ મૂકે.

બીજી તરફ રશિયાને કાબુમાં લઈ હુમલા બંધ કરવા માટે કેટલાક પશ્ચિમી દેશો પણ સક્રિય છે. પરંતુ તેમના પગલા હાઇડ્રોકાર્બન ક્ષેત્ર સાથે સંકળાયેલી બેંકોને નિશાન બનાવવાથી આગળ વધ્યા નથી. યુક્રેનના રાષ્ટ્રપતિએ ઝેલેન્સકી દ્વારા ‘નાટો’ સમક્ષ તેમના દેશોમાંથી નો-ફ્લાય ઝોન સ્થાપવા માંગણી કરી હતી. પરંતુ તેને સંપુર્ણ પણે સ્વિકાર કર્યો ન હતો. બાદમાં ઝેલેન્સ્કી નાટોથી નારાજ જોવા મળ્યા હતા.

જૂઓ વીડિયો – જાનૈયા એ પુષ્પા ડાન્સ કર્યો અને કેવા થયા વાયરલ

નાટો દેશોના ગઠબંધનના જનરલ સેક્રેટરી, જેન્સ સ્ટોલ્ટેનબર્ગે જણાવ્યું હતું કે: “નો ફ્લાય ઝોનને લાગુ કરવાનો એકમાત્ર રસ્તો યુક્રેનિયન એરસ્પેસમાં નાટો ફાઇટર જેટ મોકલવાનો છે, અને પછી રશિયન વિમાનોને ટક્કર મારીને નો-ફ્લાય ઝોન લાદવાનો છે.” ખરેખર તેમને ડર છે કે જો આવુ કરવામાં આવે તો યુરોપ આખુ યુધ્ધ મેદાન બની જાય તેમ છે. સાથે જ પરમાણુ અથડામણનો ભય પણ વિશ્વને સતાવી રહ્યો છે.

યુક્રેનની સ્થિતિ ઉપર પશ્ચિમી દેશોના વિચાર અને કાર્યવાહી – રશિયા યુક્રેનના સમાચાર

અમેરિકી વરિષ્ઠ સેનેટર લિન્ડસે ગ્રેહામ તો રશિયનોને આ સમસ્યા ઉકેલ લાવવા જણાવે છે, તેમના મતે રશિયામાં કોઈ એ વ્લાદિમીર પુતિનની હત્યા કરવી પડશે. તેમણે એમ પણ કહ્યું કે, આ કહેવુ સરળ છે કરવુ મુશ્કેલ છે. પણ જો જો રશિયાન લોકો પોતાનું આખું જીવન અંધકારમાં જીવવા માંગતા ન હોય અને આખી દુનિયાથી અલગ રહેવા માંગતા હોય, તો તેમણે તેમ કરવાની જરૂર છે. 

અમેરીકન સેનેટટરના આવા બફાટ ભર્યા નિવેદનને પગલે સ્પષ્ટતા કરતા વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યું: “અમે વિદેશી દેશના નેતાની હત્યા અથવા શાસન પરિવર્તનની હિમાયત કરી રહ્યા નથી.”

Must Read