Russia Ukraine News News In Gujarati રશિયા યુક્રેનના સમાચાર : હાલ રશિયા અને યુક્રેન વિવાદ બાદ Russia Ukraine Conflict રશિયાએ યુક્રેન પર આક્રમણ કરી દિધું છે. જેના કારણે વિશ્વના તમામ દેશ ચિંતિત બન્યા છે. ત્યારે યુક્રેનમાં અભ્યાસ કરતા કેટલાક ભારતિય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હોવાના અહેવાલ છે. જે મામલે ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણી એ આજરોજ મીડિયાને નિવેદન આપ્યું હતું. જેમાં તેઓ એ વિદ્યાર્થીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સુરક્ષાનો ભરોસો આપ્યો હતો..
ગુજરાતના 2500થી વધુ લોકો ફસાયા
યુક્રેન-રશિયા વચ્ચે ઘમાસાણ શરૂ થતા સ્થાનિકોના જીવ તાળવે છે. ત્યારે યુક્રેનમાં અભ્યાસ ભારતીય વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે. ત્યારે રાજ્યના મંત્રી જીતુ વાઘાણીએ આજે વિદ્યાર્થીઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતુ કે રાજ્યના 2500 થી વધારે નાગરિકો યુક્રેનમાં છે જેના કારણે ભારત સરકાર સતત તેમના સંપર્કમાં છે. હાલ ભારતીય નાગરિકો યુક્રેનમાં સુરક્ષિત છે.
રશિયા યુક્રેનના સમાચાર ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાયા યુક્રેનમાં
વીડિયો – રશીયાએ કરી યુધ્ધની શરૂઆત, ભયાનક તબાહીના ભણકારા
જૂઓ વીડિયો- યુધ્ધનો ભય: કીવ શહેરની દયનિય હાલતના દ્રશ્યો, ટ્રાફિક જામ
પાટણના સૌથી વધારે વિદ્યાર્થી
જીતુ વાઘાણીએ વધારે વિગતે જણાવ્યું હતુ કે, વાલીઓ ભારતની સરકાર પર ભરોસો રાખે. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારને દિલાસો આપતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં પણ એક કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યું હતુ કે, હાલ પાટણના સૌથી વધારે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે.
એમ્બેસીમાં એકઠા કરાઈ છે વિદ્યાર્થીઓને
સાથે જ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ જણાવ્યું હતુ કે, યુક્રેનમાં ભારત એમ્બેસી ખાતે વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવી રહ્યા છે. તેમજ કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે ગુજરાત સરકારના અધિકારીઓ પણ સંપર્કમાં છે. આ મામલે સરકાર શક્ય એટલી તમામ મદદ કરશે.
સુરેન્દ્રનગરના 80 કરતા વધુ વિદ્યાર્થી ફસાયા
ગઈકાલે મોડી રાતથી જ રશિયન સૈન્યએ યુક્રેનમાં હુમલા શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે રાજ્યના કેટલાય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. જેમાં સુરેન્દ્રનગરના પણ 80 કરતા વધુ વિદ્યાર્થીઓ કીવ રાજધાની કીવ ખાતે ફસાયા છે. વિદ્યાર્થીઓ એ કીવ મેટ્રો સ્ટેશન પર આશરો લીધો હોવાના અહેવાલ છે. હાલ વિદ્યાર્થીઓ પાસે ખાવા-પીવાની પણ વ્યવસ્થા ન હોય ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
ધારાસભ્ય કિરીટ પટેલે પ્રધાનમંત્રીને લખ્યો પત્ર
યુધ્ધના માહોલ દરમિયાન વિદ્યાર્થીઓ ભારત પરત ફરવા રઝળપાટ કરી રહ્યાં છે. ત્યારે અહેવાલ મળી રહ્યા છે કે વિદ્યાર્થીઓ 7 ફ્લાઈટ કેન્સલ થતા ફસાઈ ગયા છે. ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ પ્રધાનમંત્રીને પત્ર લખી વિદ્યાર્થીઓને સત્વરે બહાર કાઢવા અને મદદ કરવા જાણ કરી છે.