Homeઆંતરરાષ્ટ્રીયકુમળા બાળકોની ધરપકડ કરે છે રશિયા ! જાણો કેમ

કુમળા બાળકોની ધરપકડ કરે છે રશિયા ! જાણો કેમ

-

Russia Ukraine news in Gujarati, રશિયા યુક્રેનના સમાચાર, Kids protest for stop war in Russia : સામે યુધ્ધ કરી રહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લિદિમીર પુતિનનો પોતાના દેશ રશિયામાં જ વિરોધ થઈ રહ્યો છે. છતાં પણ પુતિન કોઈપણ હિસાબે યુધ્ધ રોકવાના કે વિરોધ સહન કરવા તૈયાર જણાતા નથી. વિરોધ નોંધાવી રહેલા સ્કૂલમાં ભણતા નાના બાળકોની પણ પુતિને ધરપકડ કરાવીના અહેવાલ છે. રશિયાના વિપક્ષીનેતાએ યુધ્ધવિરોધી પ્રદર્શન બાદ પોલીસે ધરપકડ કરેલા વિદ્યાર્થીઓની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ઓ.વી.ડી. ઈન્ફો ના એક એહેવાલ પ્રમાણે રશિયાના 50 શહેરમાં યુધ્ધનો વિરોધ કરી રહેલા પ્રદર્શનના આરોપ સબબ 7,000 લોકોની ધરપકડ arrested કરવામાં આવી છે.

યુધ્ધ વિરોધ પ્રદર્શન પર નજર રાખી અહેવાલ આપતા સંગઠન ઓ.વી.ડી. ઈન્ફો ના અહેવાલ મુજબ, રશિયન પોલીસે હાલ સુધીમાં 50 જેટલા શહેરોમાં અંદાજે 7000 લોકોની ધરપકડ કરી નાખી છે. વિપક્ષના નેતા ઈલ્યા યાસિન દ્વારા શેર કરાવામાં આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે અધિકારીઓ એ નાના બાળકોની ધરપકડ કરી છે. આ બાળકોની ઉંમર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી જેટલી હોવાના અહેવાલ છે. આ બાળકોની ધરપકડ રશિયાના યુધ્ધ વિરોધી પ્રદર્શન બદલ થઈ હતી. ઉલ્લેખનીય છે કે રશિયામાં યુધ્ધનો વિરોધ કરવા બદલ દેશદ્રોહની કલમ હેઠળ આરોપ નોંધવામાં આવે છે તેવું ઓવીડીના અહેવાલમાં જણાવાયું છે.

જૂઓ વીડિયો – ડ્રોનથી વરમાળા આવતા વરરાજાએ કર્યું એવું કે વીડિયો થયો વાયરલ

જૂઓ વીડિયો યુધ્ધગ્રસ્ત યુક્રેનના રાજદૂત ‘મહાશિવરાત્રી’ પર શું બોલ્યા

કુમળા બાળકો યુધ્ધનો વિરોધ કરે છે તો સરકાર ધરપકડ કરે છે – Russia Ukraine news in Gujarati

નાની બાળકીએ હાથમાં રશિયન ભાષામાં ‘નો વોર’ લખેલું પોસ્ટર છે સાથે પ્લે બોર્ડમાં રશિયન અને યુક્રેનના ધ્વજ દેખાઈ છે. સાથે જ એક ગુલાબી રંગનું હાર્ટ પણ દોરવામાં આવેલ છે. તેનો મતલબ રશિયા પ્લસ યુક્રેન વચ્ચે એક સરખો જ પ્રેમ છે. સાથે જ કેટલાક અન્ય બાળકો પણ જોઈ શકાય છે.

ઈલિયા યશિન એક પૂર્વ રાજનેતા છે, જેના પર ૨૦૨૧માં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, કારણ કે તેમણે રશિયન વિપક્ષી નેતા એલેક્સી નવલનીના સમર્થનમાં કામ કર્યું હતું. તેમણે મંગળવારે રાતે સોશિયલ મીડિયા પર તસવીર પોસ્ટ કરીને ફેસબુક પર લખ્યું હતું કે કઈ જ સામાન્ય નથી. આ પુતિનનું રશિયા છે મિત્રો અને તમે અહીં રહો છે. તેમણે કહ્યું છે કે ‘ક્રેમલિન પ્રચાર મિશન’ બાળકોનાં માતા-પિતાને દોષ આપશે, તેઓ લોકોને કહેશે કે તમારાં બાળકોને રાજનીતિમાં સામેલ ના કરો.

Must Read