Sunday, May 15, 2022

વીડિયો – યુક્રેનમાં ફસાયેલા યુવાનની વાત તો સરકારના બણગાંની પોલ ખોલે છે

આજના તાજા સમાચાર ગુજરાત, Russia Ukraine News in Gujarati, રશિયા યુક્રેનના સમાચાર : રશિયા યુક્રેન યુધ્ધ Russia Ukraine Conflict Video વચ્ચે યુક્રેનમાં કેટલાય ભારતિય નાગરિકો ફસાયા ના અહેવાલ છે. જેમાં મોટાભાગે અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ છે. ભારત સરકાર અને તેના મંત્રીઓ મોટાપાયે પ્રયાસ કરી તેમને પરત લાવવા પ્રયાસો કરવાની વાતો કરે છે. પરંતુ ગુજરાતના આ યુવાનની આપવિતી સાંભળી સરકારના પ્રયાસોની વાતો માત્ર બણગાં હોવાનું ફલિત થાય છે.

રાજ્યના સુરેન્દ્રનગરના મુળી તાલુકાનો વતની કરપડા મહાવીર નામનો યુવાન હાલ યુક્રેનમાં ફસાયો છે. આ યુવાને વીડિયોમાં પોતાની આપવીતી વર્ણવી ભારત સરકારની પોલ ખોલી છે. વીડિયોમાં યુવાન જણાવે છે કે, ઈન્ડિયન એમ્બેસીએ અમને લવીવ શહેરમાંથી પોલેન્ડ બોર્ડર પર પહોંચવા જણાવ્યું હતું. સરકારે કોઈ વ્યવસ્થા કરેલી નહીં હોવા છતાં મહા મહેનતે અમે ટેક્સી અને લાંબુ અંતર પગપાળા ચાલી ત્યાં પહોંચ્યા હતા. યુવાનના કહેવા મુજબ આ હાલતમાં 500 જેટલા વિદ્યાર્થીઓ લવીવી શહેરમાં છે.

રશિયા યુક્રેન સમાચાર વીડિયો – યુક્રેનથી ગુજરાતી યુવાને જણાવી આપવીતી

પોલેન્ડ સરહદે ફસાયેલા એ ગુજરાતી મહારાજનું આ ઋણ યાદ કરાવાની જરૂર છે

ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાયા યુક્રેનમાં, મંત્રીએ આપ્યુ આશ્વાસન સૌથી વધારે આ જિલ્લાના વિદ્યાર્થી

માઈનસ તાપમાનની ભયાનક ઠંડીમાં પોલેન્ડ સરહદે સવાર સુધી ઉભા રહ્યાં પરંતુ ત્યાં પોલેન્ડમાં પ્રવેશ મળતો ન હતો. ફરી બીજા દિવસે પણ અમે પ્રયાસ કર્યા પરંતુ અમે પોલેન્ડમાં પહોંચી ન શક્યા. ત્યાં કોઈ પણ ભારતીય એમ્બેસીના અધિકારી હાજર ન હતા. બીજી રાત ત્યાં કોઈ પણ રીતે ભૂખ્યા તરસ્યા પસાર ન થઈ શકે તેમ હોય અમે અમે પરત લવીવ શહેર આવી ગયા છીએ. હજુ લવીવ પર હુમલો નથી થયો પરંતુ આગળનો ભરોસો નથી.

યુવાન ભારતીય એમ્બેસીને અપિલ કરે છે કે, અમને ભારત સરકાર અહિંથી બસની વ્યવસ્થા કરે અને વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવે. પોલેન્ડ બોર્ડર ખુલ્લી ન હતી છતાં પણ અમને ભારતિય એમ્બેસીએ કેમ ખોટા ન્યુઝ ફેલાવ્યા તેવો સણસણતો સવાલ યુવાને કર્યો હતો. સાથે જ યુવાને વિનંતીના સ્વરમાં કહ્યું છે કે ભારત સરકાર અમારા માટે કંઈક કરે.

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...