Monday, May 16, 2022

યુક્રેનના કિવમાં ભારતીયને વાગી ગોળી: વી.કે. સિંહનું નિવેદન

Russia Ukraine News in Gujarati, રશિયા યુક્રેનના સમાચાર : કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહ એ આજે ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.ને. માહિતી આપી હતી કે, યુક્રેનની રાજધાની કિવમાં એક ભારતીય વિદ્યાર્થી Indian Student પર કથિત રીતે ગોળી ચલાવવામાં આવી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થી કિવ Kyiv શહેર છોડી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો દરમિયાન તે ફાયરિંગમાં Shot Injured ઘાયલ થયો હતો. બાદમાં તેને શહેરમાં પરત લઈ જઈ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

યુક્રેનના કિવમાં ભારતીયને વાગી ગોળી: વી.કે. સિંહનું નિવેદન – રશિયા યુક્રેનના સમાચાર

ભારત સરકારના મંત્રી જનરલ વી.કે. સિંહ General VK Singh એ જણાવ્યું કે “અમે એવા અહેવાલો સાંભળ્યા છે કે કિવ છોડી રહેલા વિદ્યાર્થીને ગોળી મારી દેવામાં આવી છે. વિદ્યાર્થીને પરત કિવ લઈ જવામાં આવ્યો. આ બધું યુદ્ધની વચ્ચે થઈ રહ્યું છે.”

ભયાનક વેક્યુમ બોમ્બ એટલે શું ? કેવી રીતે કરે છે કામ ? અને શું છે ઉપયોગના નિયમ ?

જૂઓ 4 વિડીયો – કેવી હાલત કરી છે રશિયાએ યુક્રેનની

ઉલ્લેખનીય છે કે, યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા Rescue Operation Ganga શરૂ કર્યું છે. જેની દેખરેખ માટે યુક્રેનના પાડોશી દેશોમાં વિશેષ દૂત તરીકે મોકલવામાં આવેલા ચાર મંત્રીઓમાં જનરલ વી.કે. સિંહ પણ સામેલ છે.

રશિયન સેના યુક્રેનમાં તબાહી મચાવી રહી છે ત્યારે રોજ સ્થિતી વધારે ગંભીર બની રહી છે. દરમિયાન રશિયાએ યુક્રેનના એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર પણ હુમલો કર્યો હતો. હુમલા બાદ પ્લાન્ટમાં આગ લાવાના પણ અહેવાલો છે. ત્યારે યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ પરમાણુ ઉર્જા પ્લાન્ટ પરના હુમલાને રોકવા માટે હાંકલ કરી હતી.

બીજ તરફ રશિયાએ રશિયાએ યુક્રેનના ખાર્કિવના મોટાભાગના વિસ્તારોને પોતાના નિયંત્રણમાં લઈ લીધાના અહેવાલ છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં મોટા પાયે ઈમારતો અને જાન-માલને નુકશાન થયું છે.

- Advertisment -

Must Read

rajkot district congress leader protest against price hike arjun khatariya

લીંબુ-મરચાના હાર પહેરી મોંઘવારીનું બેસણું કરે તે પહોલા કોંગ્રેસીઓને અટકાયત: રાજકોટ

Rajkot News રાજકોટ : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ...