રશિયા યુક્રેનના સમાચાર Russia Ukraine Conflict Video Russia Ukraine News News In Gujarati : રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલો તણાવ હવે ચરમસીમા વટાવી ચૂક્યો છે. ત્યારે રશિયાએ યુક્રેન પર આક્રમણ કરવાની શરૂઆત કરી દિધી છે. રશિયાએ એવો પણ દાવો કર્યો છે કે, તેને યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમને તોડી પાડી છે. રશિયા પર યુધ્ધ રોકવાનું દબાણ કરવા માટે અમેરિકા સહિતના કેટલાક દેશો એ પ્રતિબંધ લગાવવાનું શરૂ કર્યું છે. ત્યારે યુક્રેને હવે તુર્કીને અપિલ કરી છે કે રશિયાના યુધ્ધ જહાજોને રોકવામાં આવે.
દરમિયાન રશિયન મિલિટ્રીના યુધ્ધ બેડાની તસવીરો Russia Ukraine war video સામે આવી રહી છે. જેમાં જોઈ શકાય છે કે રશિયાના ટેન્ક યુધ્ધ મેદાન તરફ કુચ કરતા આગળ વધી રહ્યા છે. એક ટ્વિટ પરથી માહિતી મળે છે કે આ રશિયન ટેન્ક વલુસ્કી જિલ્લા Valuysky district સુધી પહોંચી ગયા છે.
Russia Ukraine Conflict Video રશિયા-યુક્રેન યુધ્ધ રશિયન આર્મી કેવી રીતે આગળ વધી રહી છે
બીજી તરફ રશીયાએ હવાઈ હુમલા સાથે મિસાઈલ વડે પણ હુમલા શરૂ કરી દિધા છે. રશિયન આર્મીના મિસાઈલ હુમલા વડે યુક્રેનની આર્મીના દારૂગોળાના ગોડાઉન પર હમલો કરવાનો પણ વીડિયો સામે આવ્યો છે. Missile strike on a Ukrainian army ammunition depot.
Russia Ukraine war video
રશિયાના યુધ્ધ વિમાનો એ આજે યુક્રેન પર આક્રમણ કરવા ઉડાન ભરી હતી. જેમાં કેટલાક મહત્વના સ્થળો પર રશિયન યુધ્ધ વિમાનો દ્વાર બોમ્બીંગ કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે. જેમાં રશિયાના સાઉથ ખારકીવ South Kharkiv વિસ્તારમાં એરસ્ટ્રાઈકની ઘટના નોંધાઈ હતી.
Russia Ukraine News News In Gujarati
રશિયાના આક્રમણ બાદ યુક્રેનની સ્થિતી એકદમ નાજૂક બની રહી છે. ત્યારે રશિયન આર્મીએ યુક્રેનની સરહદ ઓળંગી આગે કૂચ કરી હતી. જેમાં રશિયન આર્મીના ટેન્ક સહિતનો કાફલો આગળ વધતો જોવા મળ્યો છે. ટ્વિટર પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રશિયન આર્મી યુધ્ધનો તામજામ સેટ કરી આગળ વધી રહ્યો છે.