Homeઆંતરરાષ્ટ્રીયયુધ્ધ આર કે પારની લડાઈ બનશે, યુક્રેને નાગરિકોને આપ્યો આ આદેશ

યુધ્ધ આર કે પારની લડાઈ બનશે, યુક્રેને નાગરિકોને આપ્યો આ આદેશ

-

Russia Ukraine News in Gujarati, રશિયા યુક્રેનના સમાચાર : રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં રશિયા યુક્રેનને ચારે તરફથી ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે રશિયાએ યુક્રેનને દરીયાઈ સરહદથી દુર કરવા પ્રયાસ કર્યાના અહેવાલ છે. જેમાં રશિયન સેનાએ યુક્રેનના એક મુખ્ય બંદરને નિયંત્રણમાં લઈ લીધું છે. બીજી તરફ અન્ય એક બંદરની ચારે તરફ ઘેરોઘાણી બેસી ગયાના અહેવાલ છે.

આર કે પારની લડાઈ- યુક્રેને નાગરિકોને આપ્યો આ આદેશ – Russia Ukraine news in Gujarati

યુક્રેન શક્તિશાળી દેશ રશિયા સામે લડવા માટે જાણે તત્પર બની ગયું હોય તેમ આદેશ કરી રહ્યું છે. યુક્રેને પોતાના નાગરિકોને આક્રમણકારી સૈન્ય પર ગોરીલા પધ્ધતિથી યુધ્ધ છેડવાનું આહવાન કરી દિધું છે. યુક્રેના ડનાઈપર નદી પર વસેલા એનેરહોદાર શહેરમાં જંગ છેડાઈ ચૂકી છે. ત્યાં યુક્રેન શહેરની એક ચતૃથાંશ ઉર્જાનું ઉત્પાદન થતુ હોય યુક્રેન માટે મહત્વની જગ્યા કહેવાય છે. પરંતુ ત્યાં હવે જંગ છેડાઈ જતા યુક્રેનના પરમાણું પ્લાન્ટ નિશાના બની રહ્યાં છે. એનેરહોદારના મેયરના કહેવા મુજબ યુક્રેનની સેના શહેર બહારના વિસ્તારોમાં યુધ્ધ લડી રહી છે. સાથે જ શહેરના રહેવાસીઓને પોતાના ઘર નહીં છોડવા માટે અનુરોધ કર્યો હતો.

ભયાનક વેક્યુમ બોમ્બ એટલે શું ? કેવી રીતે કરે છે કામ ? અને શું છે ઉપયોગના નિયમ ?

વાયરલ વીડિયો Viral Videoડ્રોનથી વરમાળા આવતા વરરાજાએ કર્યું એવું કે વીડિયો થયો વાયરલ

યુક્રેનને દરીયાકાંઠેથી વિખુટુ કરવા માટે રશિયા સક્રિય થયુ હોય તેમ જણાય છે. રશિયન સેના મુજબ તેમની પાસે ખેરસોનનું નિયંત્રણ છે અને સ્થાનિક યુક્રેની અધિકારીઓ પણ  બાબતે પુષ્ટી કરી ચૂક્યા છે. ત્યારે રશિયા એ કાળા સમુદ્રના બંદર તેમજ સ્થાનિક કાર્યાલયો પર કબ્જો જમાવી દિધો છે.

આ જંગના કારણે કેટલી મોટી નુકશાની થઈ તે હાલ કહી શકાય તેમ નથી. પરંતુ સંયુક્ત રાષ્ટ્રના આંકડા પરથી સમજી શકાય છે કે મોટા પાયે લોકો શરણાર્થી તરીકે રહેવા મજબૂર બન્યા છે. સાત જ દિવસની અંદર યુક્રેનની 2 ટકા જેટલી વસ્તી પલાયન કરી ચૂકી હોવાનું યુ.એન.નું માનવું છે. ત્યારે ઓછામાં ઓછા 227 સામાન્ય નાગરિકોના મૃત્યુ, તો 525 ગંભીર ઘાયલ થયાના અહેવાલ છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....