Homeઆંતરરાષ્ટ્રીયશું રશિયા યુક્રેન બાદ પરમાણુ યુઘ્ઘ અંગે વિચારશે ? રશિયન વિદેશ મંત્રીએ...

શું રશિયા યુક્રેન બાદ પરમાણુ યુઘ્ઘ અંગે વિચારશે ? રશિયન વિદેશ મંત્રીએ કહ્યું કે…

-

Russia Ukraine Conflict, રશિયા યુક્રેનના સમાચાર : રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે Sergey Lavrov દ્વારા પશ્ચિમી દેશના નેતાઓ પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે. તેમણે પશ્ચિમી દેશના નેતાઓ પર પરમાણુ યુદ્ધની Nuclear War ધમકી આપવાનો આક્ષેપ કર્યો છે. રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલ હુમલાના એક સપ્તાહ બાદ તેમને આ નિવેદન આપ્યું છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે રશિયન અને વિદેશી મીડિયાને આપેલા ઑનલાઈન ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “એ વાત સ્પષ્ટ છે કે, ત્રીજું વિશ્વયુદ્ધ World War 3 માત્ર પરમાણુ હથિયારોથી Nuclear Weapon જ લડવામાં આવશે.”

સાથે જ તેમણે કહ્યું કે, “હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, પરમાણુ યુદ્ધનો વિચાર સતત રશિયનોના મનમાં નહીં પરંતુ પશ્ચિમી દેશોના નેતાઓના મનમાં ઘુમી રહ્યો છે. જેથી હું તમને વિશ્વાસ આપું છું કે અમે કોઈ પણની ઉશ્કેરણીમાં અમારું સંતુલન બગડવા દઈશું નહીં.” ઉલ્લેખનિય છે ક 8 દિવસથી રશિયા દ્વારા યુક્રેન પર હુમલો આજે પણ ચાલુ છે. ત્યારે તેઓના વિશ્વાસ આપવાની વાતથી દુનિયાના લોકો કેટલા પ્રભાવિત થાય છે તે જોવું રહ્યું.

અહેવાલો મુજબ રવિવારે રશિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર Vladimir Putin પુતિને તેના પરમાણુ દળોને એલર્ટ પર રાખવાનો આદેશ કર્યો હતો. પુતિને પશ્ચિમી દેશો પર “નોન-સ્ટોપ” પગલા લેવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ તેમને શક્તિ અંગે પણ પ્રચાર કરતા નિવેદોનો આપ્યા હતા. જેમાં રશિયા પાસે વિશ્વમાં પરમાણુ શસ્ત્રોનો સૌથી મોટો શસ્ત્રાગાર છે અને તેની પાસે ઘણી બધી બેલિસ્ટિક મિસાઇલો છે. તેમજ રશિયાની ડિફેન્સીવ સિસ્ટમમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

જૂઓ 4 વિડીયો – કેવી હાલત કરી છે રશિયાએ યુક્રેનની

જૂઓ તસવીરો – હદ છે ! યુક્રેનમાં સર્વત્ર વિનાશ, દયાજનક સેટેલાઈટ તસવીરો આવી સામે

થોડા દિવસ પહેલા જ ફ્રાંસના વિદેશ મંત્રી જીન યેવ્સ લે દારિયાન એ નિવેદન આપ્યુ હતુ કે, પુતિન જ્યારે પરમાણુ હથિયારોના ઉપયોગની ધમકી આપી રહ્યાં છે ત્યારે તેમણે સમજવું જોઈએ કે નાટો પણ પરમાણુ ગઠબંધન છે. 

શું રશિયા યુક્રેન બાદ Nuclear war અંગે વિચારશે ? – Russia Ukraine Conflict

આ સાથે જ યુક્રેન અને રશિયા યુદ્ધ વચ્ચે રશિયાના મિત્ર દેશ બેલારુસે પણ બંધારણીય લોકમત યોજી પોતાનો બિનઆણ્વિક દરજ્જો ખતમ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આવું કરવાથી રશિયન પરમાણુ શસ્ત્રોને પોતાના ક્ષેત્રમાં મૂકવાની પરવાનગી મળી શકે છે. જેના કારણે આશંકા સેવાઈ રહી છે કે રશિયા પોતાના પરમાણુ હથિયારો બેલારુસમાં રાખી યુક્રેન પર દબાણ કરશે.

Must Read