આજના તાજા સમાચાર ગુજરાત, રશિયા યુક્રેનના સમાચાર : ચાર દિવસથી યુક્રેનમાં યુદ્ધનો માહોલ War Zone છે. ત્યારે યુક્રેનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ દયનિય સ્થિતિમાં મુકાયા છે. ભારત સરકારે રશિયન હવાઈ સીમા બંધ હોય વિદ્યાર્થીઓને પાડોશી દેશ Poland સહિતના દેશ પાસે પહોંચવા જણાવ્યું હતું. યુદ્ધની સ્થિતિમાં દૂર દેશની બોર્ડરો સુધી પહોંચવું કેટલું મુશ્કેલ હોય એ કલ્પના બહારની વાત છે. પરંતુ છતાં ભારતીય વિદ્યાર્થીઓ Indian Students પોલેન્ડ સરહદ Poland Border સુધી પહોંચ્યા હતા. ત્યારે કેટલાક અહેવાલ મુજબ પોલેન્ડ સરકારે પ્રવેશ આપવામાં આનાકાની કરી હતી.
જાડેજા મહારાજનો ઉજળો ઈતિહાસ આજે પણ અમર છે
આ બાબતે ભારત સરકારની યોજનામાં ક્ષતિ ૧૦૦ ટકા કહી શકાય, પરંતુ પોલેન્ડ સરકારની યોગ્ય સમયે યોગ્ય મદદ કરી માનવતા ભૂલ્યાની વાત પણ છે.
વળી પોલેન્ડ એ તો ભારતના દરેક નાગરિકોને મદદ માટે લાલ જાજમ પાથરવી જોઈએ. પોલેન્ડ ઇતિહાસના પન્ના ઉથલાવે તો પોલેન્ડની સૌથી મોટી મદદ ભારત એ કરી હતી એ સામે આવે. વળી એમાંય ગુજરાતના જ મહારાજાની Navanagar Maharaj Digvijaysinh Jadeja મદદની વાત સામે આવે. આ વાત વાંચી આજે પણ ભારતિયોની છાતી ગજગજ ફુલે છે. આ વાતને શક્ય એટલી શેર કરવામાં આવશે તો આવનારી પેઢીને યાદ રહેશે.
જૂઓ વીડિયો – યુક્રેનની શેરીઓમાં ચાલી રહ્યું છે આ રીતે યુધ્ધ
જૂઓ વીડિયો – ગુજરાતીઓ ગર્ભવતી સ્ત્રી સહિત યુક્રેનમાં ફસાયા
Poland સરહદે ફસાયેલા એ ગુજરાતી મહારાજનું આ ઋણ યાદ કરાવાની જરૂર હતી – રશિયા યુક્રેન સમાચાર
વાત એમ છે કે, જ્યારે જર્મની સોવિયેત રશિયા સાથે મળી વર્ષ 1939માં પોલેન્ડ પર હુમલો કર્યો હતો. શરૂઆતમાં જર્મનીના તાનાશાહ હિટલરે પોલેન્ડ ઘમરોળ્યું અને 16 દિવસ બાદ રશિયાના તાનાશાહ સ્ટાલિન એ પણ ચડાઈ કરી હતી. આમ પોલેન્ડ પર રશિયા અને જર્મની એ કબ્જો જમાવી લીધો હતો. આ લડાઈમાં પોલેન્ડના પોલીશ સૈનિકોની મોટી ખુવારી થઈ. હજારો બાળકો અનાથ અને માતાઓ વિધવા બની. આ બાળકોને જે કેમ્પમાં રાખ્યા ત્યાંની સ્થિતિ પણ દયનિય હતી.
Poland એને નવાનગર ના દિગ્વિજયસિંહજી જાડેજા Digvijaysinh Jadeja
વર્ષ 1941 સુધી તો કેમ્પ ચાલ્યો પણ બાદમાં રશિયા એ કેમ્પ છોડી દેવા ફરમાન કર્યો. આ ફરમાન મોતનું ફરમાન હોય સ્વાભાવિક પણે ભાગવું જ રહ્યું. અહેવાલો મુજબ આ કેમ્પ છોડી બાળકો મેક્સિકો અને ન્યુઝીલેન્ડ જેવું દૂરના દેશો સુધી પહોંચી ગયા. જટિલ સ્થિતિ બાદ બ્રિટનમાં વૉર કેબિનેટની બેઠક મળી જ્યાં આ બાળકોનો મુદ્દો ચાલ્યો. આ બેઠકમાં જામનગર Jamnagar એટલેકે નવાનગર ના દિગ્વિજયસિંહજી જાડેજા Digvijaysinh Jadeja હાજર હતા.
600 બાળકો નવાનગર શરણે આવ્યા હતા
બેઠકમાં સૌ કોઈ બાળકોનું શું કરવું એ વિચારતા હતા. ત્યારે નવાનગરના રાજા દિગ્વિજયસિંહ એ બાળકોને પોતે શરણ આપશે તેવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પ્રસ્તાવ સ્વીકાર થતા બાળકોને નવાનગર પહોંચાડવા કવાયત શરૂ કરાઇ હતી. જેમાં વર્ષ 1942 ની શરૂઆતમાં 170 અને ધીરે-ધીરે 600 બાળકો નવાનગર શરણે આવ્યા હતા.
બાલાચડીમાં આપ્યો હતો આશરો
બાળકો અનાથ હતા માટે નવાનગર નરેશ દિગ્વિજયસિંહ તેમના પાલક પિતા બન્યા. આ બાળકોને જામનગરથી આશરે 25 કિમી દૂર બાલાચડી Balachadi ખાતે આશરો Refuge Kamp મળ્યો હતો. આ જગ્યા પર બાળકોના ધર્મ મુજબના તહેવારો પણ દિગ્વિજયસિંહ સારી રીતે ઉજવવા વ્યવસ્થા કરતા હતા. સારામાં સારી રહેવાની સુવિધા સાથે ભોજન અને વસ્ત્રો પણ વર્ષો રાજા દિગ્વિજયસિંહ એ પુરા પાડ્યા પણ બ્રિટન કે પોલેન્ડની કોઈ મદદ લીધી ન હતી.
રાજા દિગ્વિજયસિંહને મરણોપ્રાંત સર્વોચ્ચ નાગરિક સન્માન
બાદમાં પોલેન્ડ 194 માં સોવિયેત યુનિયનનો હિસ્સો બન્યું, બીજું વિશ્વ ખતમ થયું અને બાળકો હેમખેમ વતન પોલેન્ડ પરત ફર્યા. જે વાતને પોલેન્ડે શરૂઆતમાં નહિ પણ 1989માં સોવિયેતથી અલગ થયા બાદ બિરદાવી હતી. રાજા દિગ્વિજયસિંહના નામમાં રાજધાની વોરસો ખાતે એક ચોકનું નામ ને એક પાર્કનું નામ રાજા દિગ્વિજયસિંહના નામ પર રાખ્યું હતું. ઉપરાંત રાજા દિગ્વિજયસિંહને મરણોપ્રાંત સર્વોચ્ચ નાગરિક સન્માન કમાન્ડર્સ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેરીટથી સન્માનિત કર્યા છે.
ખરા ટાણે Poland ઋણ ભૂલ્યું કે શું ?
પરંતુ આજે ભારતના બાળકો જે યુક્રેનના યુધ્ધના માહોલમાં ફસાયા છે ત્યારે પોલેન્ડમાં પ્રવેશની આનાકાનીની માહિતી કેટલાક વિદ્યાર્થીઓ એ ટ્વિટરના માધ્યમથી આપી હતી. પોલેન્ડે ભારતના વિદ્યાર્થીઓને સાચવવાના ન હતા માત્ર તેમના દેશના એરપોર્ટથી ભારત જતા પ્લેનમાં બેસાડવાના હતા. ટુંકમાં આ માટે પોલેન્ડને કોઈ ઘસારો ન હતો લાગવાનો. અત્રે ઉલ્લેખનિય છે કે, કેટલીક તકલિફો યુક્રેનીયન આર્મી કે પોલીસ દ્વારા પેદા થઈ હતી તેવું ફસાયેલા વિદ્યાર્થીઓ જણાવે છે. જેમાં તેઓ એ વીડિયો શેર કરી કહ્યું હતું કે યુક્રેન છોડવા માટે મોટી સંખ્યામાં લોકો હોય પહેલા યુક્રેનના નાગરિકોને જવા દેવામાં આવે છે. પરંતુ મહત્વની વાત એ છે કે પોલેન્ડમાં પ્રવેશ બાબતે તેમને ભારત તરફથી કોઈ જાણકારી નથી મળી તેમ કહેવામાં આવ્યું તેવા પણ કેટલાક વીડિયો સંદેશમાં વિદ્યાર્થીઓ એ ટ્વિટ કર્યું હતું.