Homeઆંતરરાષ્ટ્રીયરશિયા આ રીતે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા બીડું ઝડપશે !

રશિયા આ રીતે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા બીડું ઝડપશે !

-

આજના તાજા સમાચાર ગુજરાત, રશિયા યુક્રેનના સમાચાર : શિયા યુક્રેન યુધ્ધ Russia Ukraine War વચ્ચે યુએનમાં સતત ભારત રશિયા વિરૂધ્ધના વોટીંગથી દૂર રહ્યું છે. ત્યારે રશિયા એ ભારતના ફસાયેલા વિદ્યાર્થીઓને Indian Students બહાર કાઢવામાં મદદ કરવાની વાત કરી છે. રશિયન નેશનલ ડિફેન્સ કંટ્રોલ સેન્ટરના વડા કર્નલ જનરલ મિખાઈલ એ જણાવ્યું હતું કે, ભારતીય અને અન્ય વિદેશી વિદ્યાર્થીઓને ખારકિવ Kharkiv તેમજ સુમી Sumi માંથી 130 બસો મારફતે બહાર કાઢી રશિયા લાવવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે રશિયાની સરહદ Russia Border પાસે આવેલા ખારકિવ અને સુમીની હાલત ગંભીર અને ખતરાજનક માનાવામાં આવે છે. ત્યારે આ યુક્રેનમાં ભારતીય એમ્બેસીએ Indian Embassy 2 દિવસ પહેલાજ ખારકીવ તાત્કાલીકના ધોરણે છોડવા સલાહ આપી હતી. ત્યારે હવે રશિયાના કર્નલ જનરલ મિખાઈલના નિવેદન પરતી જણાય છે કે રશિયા ભારતના વિદ્યાર્થીઓને રશિયાના માર્ગે બહાર કાઢવા કોશીષ કરશે.

ભારત દ્વારા યુધ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીયોને વતન લાવવા ઓપરેશન ગંગા Operation Ganga લોન્ચ કરવામાં આવ્યું છે. ઉપરાંત ભારત સરકાર અનેક દેશો સાથે સતત સંપર્કમાં રહી સ્થિતીનો તાગ મેળવતી રહી છે. ત્યારે હવે ભારતે રશિયન એમ્બેસીનો પણ સંપર્ક સાધી લીધો છે. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ એલીપોવ આ બાબતની પુષ્ટી પણ કરી ચૂક્યા છે.
રશિયન એમ્બેસેડર એલીપોવે જણાવ્યું હતુ કે, ખારકિવ અને પૂર્વના યુક્રેનના વિસ્તારમાં ફસાયેલા ભારતીયો માટે તેઓ અધિકારીના સંપર્કમાં છે. ભારત તરફથી ત્યાં ફસાયેલા તમામ લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાની વિનંતીઓ મળી છે.

રશિયા આ રીતે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા બીડું ઝડપશે ! – આજના તાજા સમાચાર ગુજરાત

જૂઓ વીડિયો: વખાણમાં ભાન ભૂલ્યા ભાજપ નેતા, હાસ્યનો શિકાર બન્યા

જૂઓ વીડિયો – ડ્રોનથી વરમાળા આવતા વરરાજાએ કર્યું એવું કે વીડિયો થયો વાયરલ

બીજી તરફ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને દાવો કરતા ખુલાસો કર્યો કે, યુક્રેને અંદાજે 3,000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવી રાખ્યા છે. રશિયા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા પુરા પ્રયાસ કરશે. તેમજ તેમને રશિયન ટેન્ક દ્વારા રહેણાંક વિસ્તારોમાં હુમલા નથી કરવામાં આવતા તેવો પણ દાવો કર્યો હતો. સાથે જ પુતિને કહ્યું કે વિદેશી લોકોને યુક્રેની દ્વારા જવા દેવાતા નથી અને તે વિસ્તારોમાં યુક્રેને ટેન્ક અને સેનાને મુકી દિધી છે.

યુક્રેન પર રશિયાના આક્રમણ મામલે ભારતના કુણા વલણને કારણે રશિયન રાજદૂતે પણ ભારતના વખાણ કર્યા હતા. ડેનીસ એલીપોવે અગાઉ એવું કહ્યું હતુ કે, અમે ભારતના વ્યૂહાત્મક પાર્ટનર છીએ, યુનાઈટેડ નેશન્સમાં પ્રદર્શિત સંતુલિત સ્થિતી માટે અમે ભારતના આભારી છીએ, ભારત આ સંકટને ઊંડાણ પૂર્વક સમજે છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...