Russia Ukraine News in Gujarati, રશિયા યુક્રેનના સમાચાર: આજના સમાચાર: યુક્રેન રશિયા વચ્ચે ઘમાસાણ યુધ્ધ Russia Ukraine War છેડાયાના 10 દિવસ વિતી ચુક્યા છે. ત્યારે રશિયએ દસમાં દિવસે અસ્થાયી રૂપથી યુધ્ધ વિરામની જાહેરાત કરી છે. આ બાબતે રશિયાએ કહ્યું છે કે, તે નાગરિકોને જવા માટે એક સુરક્ષીત કોરિડોર પ્રદાન કરશે. આ બાબતની પુષ્ટી કરતા રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, મોસ્કોના સમય મુજબ રાત્રીના 10:00 વાગ્યે નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે મોસ્કો યુક્રેનના શહેરો મારિયુપોલ અને વોલ્નોવાખાથી માનવતાવાદી કોરિડોર પ્રદાન કરવામાં આવશે. આ સમયે રશિયા ફાયરિંગ બંધ કરી દેશે જેથી નાગરિકો સુરક્ષિત રીતે શહેર છોડી શકે. આ પ્રકારની અપિલ નાગરિકોને તેમના દ્વારા કરવામાં આવી છે.

જૂઓ વિડીયો – ધોનીનો ‘સર જાડેજા’ નહીં, આજે જોવા મળ્યો શેન વોર્નનો ‘રોકસ્ટાર’

યુક્રેનના વિદેશ મંત્રી દમિત્રીઓ કુલેબાએ ગઈકાલે શુક્રવારે રશિયન સૈનિકો પર બળાત્કારનો આરોપ મુક્યો હતો. તેમજ મોસ્કોની આક્રમકતાને દંડ કરવા માટે વિશેષ ટ્રિબ્યુનલની રચના કરવાની માગણીને સમર્થન કર્યુ હતુ. દરમિયાન યુરોપીનયન યુનિયને રશિયા તેમજ બેલારૂસને કાઉન્સિલ ઓફ બાલ્ટિક સી સ્ટેટ્સના સંગઠનમાંથી સસ્પેન્ડ કરી દિધા છે.

બે શહેરોમાં અસ્થાયી યુધ્ધ વિરામની જાહેરાત કરતું રશિયા – રશિયા યુક્રેનના આજના સમાચાર

બીજી તરફ સિંગાપોરે પણ રશિયા પર દબાણ વધારવા માટે કેટલાક આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી છે. સિંગાપોરના વિદેશ મંત્રાલય દ્વારા આજરોજ શનિવારે જણાવાયુ હતું કે, સિંગાપોરે રશિયન સેન્ટ્રલ બેંક અને કેટલીક અન્ય રશિયન બેંકો પર પ્રતિબંધ લગાવ્યા છે. તેમજ યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી લઈ નિકાસ પર પણ પ્રતિબંધ પણ મૂક્યો છે.

જૂઓ વીડિયો – જાનૈયા એ પુષ્પા ડાન્સ કર્યો અને કેવા થયા વાયરલ

અત્રે ઉલ્લેખનિય છે કે, ભારતીય વાયુસેનાના ત્રણ સી- 17 હેવી લિફ્ટ વિમાન આજે સવારે હિંડન એરબેઝ પર ઉતર્યા હતા. આ ફ્લાઇટ્સે રોમાનિયા, સ્લોવેકિયા અને પોલેન્ડના 629 ભારતીય નાગરિકોને બહાર કાઢ્યાના અહેવાલ છે.