Monday, May 16, 2022

આર.ટી.ઓ.ના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકમાં રખડતા ઢોર છૂટ્ટા મુકવા માંગણી, જાણો શા માટે અને કોણે કરી

જાહેર માર્ગો પર રખડતા ઢોર થી પરેશાન નાગરિક રજૂઆતો કરતા હોય છે. પરંતુ આ જાગૃત નાગરિકે તો એવી અરજી કરી કે વાંચીને માથું ખંજવાળતા રહી જશો. એક અહેવાલ પરથી માહિતી મળે છે કે જાગૃત નાગરિકે પરિવહન કમિશરને અરજી કરી છે કે, રાજ્યમાં તમામ આર.ટી.ઓ.માં ડ્રાઈવિંગ ટેસ્ટ દરમિયાન રખડતા ભટકતા ઢોરને છૂટ્ટા મુકવામાં આવે, જેથી વાહન ચાલકને પહેલેથી જ તેની આદત પડી જાય.

અહેવાલમાં જણાવાયું છે કે અંબાલાલ પરમાર નામના અરજદારે જણાવ્યું કે, છેલ્લા 15 દિવસમાં બરોડામાં રખડતા પશુઓને કારણે 80 કરતા વધારે અકસ્માતો સર્જાયા છે. જેમાં વાહન ચાલકો ઘાયલ થયા છે. બરોડા શહેરમાં ચારે બાજૂ જાહેર માર્ગો પર રખડતા ઢોરનો અસહ્ય ત્રાસ છે. આ બાબતે મહાનગરપાલિકા અને પોલીસ બંને બેદરકાર છે.

રાજ્યમાં ઘણાં વિસ્તારોમાં આ પ્રકારે રખડતા ઢોરનો ત્રાસ હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠતી રહી છે. થોડા દિવસ પહેલા જામનગરમાં પણ એક મહિલાને રેઢીયાળ પશુએ ગંભીર રીતે ઈજ્જાગ્રસ્ત કર્યાનો વીડિયો સામે આવ્યો હતો. પણ અહીં અરજદારે તંત્રને જગાડવા અનોખો પ્રયાસ કર્યો છે.

તેમને લોકોને લાયસન્સ માટે ટ્રેનિંગ અને ટ્રેક પર પરિક્ષામાં જ ઢોરનો સામનો કરવાની રજૂઆત કરી દિધી છે. જેથી આવનારી પેઢી આ પરિસ્થિતીથી સારી રીતે ટેવાઈ જાય. માટે જ તેમને આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં પણ રખડતા ઢોર છૂટા મુકવા જોઇએ અને જે વાહન ચાલક અન્ય નિયમોની જેમ રખડતા ઢોરથી પણ બચીને ટેસ્ટ પુરો કરે તેને જ લાયસન્સ આપવુ જોઇએની માંગણી કરી નાખી.

સાથે જ તેમની અરજી બાબતે અહેવાલમાં જણાવાયું છે કે, તેવી પણ વિનંતી અરજદારે કરી છે કે જાહેર માર્ગો પર ઠેર-ઠેર સાઈન બોર્ડ પણ લગાવવામાં આવે કે લોકો ચેતીને વાહન ચલાવે, અને વડોદરાના પ્રવેશમાં પણ મોટા બોર્ડ લગાવવા જોઈએ કે આ રખડતા ઢોરના ઝોન છે તેથી સાવધાની રાખો.

- Advertisment -

Must Read

farmers protest leader ghulam mohammad jaula dies today

અલ્લાહ હુ અકબર, હર હર મહાદેવનો નારો આપી ખેડૂતોમાં એકતાના હિમાયતી...

Gujarati News Live નવી દિલ્હી : દેશના ઈતિહાસમાં સૌથી મોટું ખેડૂત આંદોલન અને આંદોલનકારી અને આગેવાનોની એકતા...