Homeગુજરાતરાજકોટરાજકોટના આ ટ્રસ્ટની ફરાળી પેટીસ તો નથી ખાધીને ? RMC એ કારસ્તાન...

રાજકોટના આ ટ્રસ્ટની ફરાળી પેટીસ તો નથી ખાધીને ? RMC એ કારસ્તાન પકડ્યું

-

Rajkot News : રાજકોટમાં સેવાના નામે મેવા ખાવા માટે લોકો ધાર્મિક ભાવનાને પણ ઠેસ પહોંચડતા અચકાતા નથી. પવિત્ર શ્રાવણ માસમાં ફરાળી વાનગીઓની માંગ વધી જતી હોય છે. એવામાં રાજકોટનું શ્રી સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ (Shri Samarpan Yuva Cheritable Trust) પણ રાહત ભાવે ફરાળી પેટીસ વેચવા નિકળ્યું હતું. પ્રત્યેક વર્ષે આ ટ્રસ્ટ દ્વારા લગભદ દરેક તહેવાનો સિઝનેબલ ધંધો રાહતના નામે થતો હોય છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે દરોડો કરી ચકાસણી કરતા રાહત ભાવે ફરાળની પોલ ખુલી ગઈ હતી

રંગીલા રાજકોટમાં ફૂડ વિભાગની ઝપટે શ્રી સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટની રાહત ભાવે પટીસ વેચાણની દુકાન ચઢી હતી. આ ટ્રસ્ટ દ્વારા ગ્રાહકોને રાહત ભાવે ફરાળી પેટીસ (Farali Patis) વેચવાનો દાવો થતો હતો. પરંતુ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ફરાળી પેટીસમાં થતા મિશ્રણનો પર્દાફાશ કર્યો છે. જેના કારણે પવિત્ર શ્રાવણ માસના ઉપવાસ સમયે આવા કૌભાંડ ખુલતા લોકો ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓ પર થું… થું… કરી રહ્યાં છે.

Shri Samarpan Yuva Cheritable Trust farali patis rmc food
Shri Samarpan Yuva Cheritable Trust farali patis making process

શ્રી સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી રાહત ભાવની ફરાળી પેટીસની દુકાનમાં મહાનગરપાલિકાના સ્ટાફને ફરાળી સિવાયની સમાગ્રી પકડી પાડી હતી. જેમાં તેઓ પેટીસમાં મકાઈનો લોટ મિશ્રણ કરતા હોવાનું ખુલ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ટ્રસ્ટ દ્વારા લગભગ દરેક વાર તહેવારે સિઝનેબલ આઈટમનું વેચાણ કરવામાં આવતું હોય છે. લોકો ટ્રસ્ટને સેવા ભાવી સંસ્થા જાણી સામાન્ય વિક્રેતા કરતા પણ વધારે ભરોસો કરતા હોય છે. આ સ્થિતીમાં આવા કારસ્તાન સેવા ભાવી સંસ્થા દ્વારા થાયનું મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ખોલતા લોકોમાં રોષ પ્રગટ થઈ રહ્યો છે.

Shri Samarpan Yuva Cheritable Trust farali patis food department
Shri Samarpan Yuva Cheritable Trust farali patis fry oil PPM Source: RMC

 આ ફરાળી પેટીસમાં ભેળસેળ થતી હોવાની માહિતી મળતા આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન જલારામ ચોકમાં તપાસ કરતાં ફરાળી પેટીસમાં ફરાળી લોટના બદલે મકાઈનો લોટ નાખવામાં આવતો હતો, ઉપરાંત સ્થળ પરથી મળી આવેલા મકાઈના લોટની બેગ ઉપર ‘ઓનલી ફોર ઈન્ડસ્ટ્રીયલ યુઝ’નું લખાણ લખેલું હતું, પેટીસ બનાવવા માટે વપરાતા તેલની ટીપીસી વેલ્યુ પણ 40થી વધારે હતી એટલે કે વારંવાર એકના એક તેલમાં તળવામાં આવતી હતી, પેટીસમાં લીંબુના ફુલનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો.

વધુ વાંચો- પવિત્ર શ્રાવણ માસ અને અગિયારસના સમન્વય પર સોમનાથ મંદિર ખાતે ભાવિકોનું ઘોડાપુર

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...