RMCના પેન્શનરો હૈયાતીની ખરાઈ નહીં કરાવે તો પેન્શન થશે બંધ
રાજકોટ તા. ૦૧-૦૭-૨૦૨૧: રાજકોટ મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટની આજરોજ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, હયાત પેન્શરો જો મેનેજર પાસે જઈ હૈયાતીનું ફોર્મ નહીં ભરે તો નવેમ્બર માસથી પેન્સન બંધ કરી દેવામાં આવશે.
News for Rajkot municipal corporation pensioners.
મહાનગરપાલિકાનાચીફ એકાઉન્ટન્ટે અખબારી યાદીથી જણાવ્યું છે કે, તા.૧૦/૦૭/૨૦૨૧ થી તા.૩૧/૧૦/૨૦૨૧ દરમિયાન કોર્પોરેશનના પેન્શનરોએ તેઓ જે બેંકમાં પેન્શન મેળવતા હોય તે સંબંધિત બેંકમાં પી.પી.ઓ. બુક તેમજ બેંક પાસબુક સાથે લઇ રૂબરૂ હૈયાતીનાં ખરાપણાનો દાખલો મ્યુનિસિપલ કોર્પોરેશનનાં પેન્શનરોએ જે તે બેંકના મેનેજર પાસે રૂબરૂ ઉપસ્થિત થઇ હૈયાતીનું ફોર્મ ભરી હૈયાતીની ખાત્રી કરાવવી. અન્યથા નવેમ્બર – ૨૦૨૧ થી પેન્શન બંધ કરવામાં આવશે.