ઉંઘતી રાજકોટ મનપાના લીધે રખડતા ઢોરે એક પરિવારનો માળો વિખેર્યો !

0
7

આજના તાજા સમાચાર ગુજરાત : રાજ્યના શહેરમાં રખડતા ઢોરના કારણે અકસ્માતો સર્જાતા રહે છે. આ અકસ્માતો Accident ના કારણે ગંભીર ઈજ્જાથી માંડી મૃત્યુ સુધીના બનાવો નોંધાતા રહ્યાં છે. સાથે જ ઢોરના કારણે રોજની ટ્રાફિક Traffic સમસ્યા પણ વિકટ પ્રશ્ન છે. ત્યારે રાજકોટ Rajkot માં બનેલી ઘટનાના કારણે જણાય છે કે, રાજકોટ મહાનગરપાલિકા RMC ના સત્તાધીશો માત્રને માત્ર મોટી વાતો સીવાય કશું ન કરી નથી શકતા.

ઉંઘતી Rajkot RMC ના લીધે રખડતા ઢોરે એક પરિવારનો માળો વિખેર્યો

  • મનપાની ઉંઘતી ન હોત તો કદાચ આ જીવ ન ગયો હોત

રખડતા ઢોરનો પ્રશ્ન રાજ્યની વિવિધ પાલિકાઓમાં ઉઠતો રહ્યો છે. ત્યારે રાજકોટમાં તો રખડતા ઢોર માર્ગો પર મળવા સામાન્ય બની ગયું છે. ત્યારે આ રખડતા ઢોરના કારણે આજે એક પરિવારને પોતાનો સદસ્ય ગુમાવવાનો વખત આવ્યો છે. નગરજનો સતત સત્તાધીશો અને મનપા તંત્રને જગાડતા રહ્યાં છે પણ મનપાની ઉંઘના કારણે આજે એક વ્યક્તિ મોતના ખપ્પરમાં હોમાય ગયો છે.

  • શહેરમાં પણ ગૌચર જેવી અનૂભુતી કરાવતા રખડતા ઢોર

રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે થયેલા ગાય સાથેના અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે. બાઈક પર પસાર થઈ રહેલા આ વ્યક્તિને ગાયે અડફેટ લેતા ઘટના સ્થળે જ મૃતકે અંતિમ શ્વાસ લીધા હોવાની માહિતી મળી રહી છે. રાજકોટના અનેક વિસ્તારો છે જ્યાં શહેરીજનો જાણે ગૌચરમાં આવી ગયા હોય તેવી અનુભૂતી રખડતા ઢોર કરાવે છે.

  • મેયરે નક્કર પગલા લીધા હોત તો કદાચ આ પરિવારનો માળો અખંડ હોત

રખડતા ઢોરના ત્રાસનો મુદ્દા પર કામ કરવું જાણે રાજકોટ મનપા મોટી સિધ્ધી હોય તેમ ભાજપ અધ્યક્ષ પાટિલની હાજરીમાં પણ મેયરે આ અંગે કામગીરી કર્યાના બણગાં ફૂંક્યા હતા. રાજકીય એજન્ડા સભર વાર્તાલાપો કરવા કરતા મેયર દ્વારા આ બાબતે નક્કર અને આકરા પગલા લિધા હોત તો કદાચ એક પરિવારનો માળો વિખાતો અટકાવી શકાયો હોત.