Substandard Food Sunny Paji Da Dhaba Rajkot રાજકોટ : ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે 1400 લીટર ભેળસેળીયા દૂધનો નાશ કર્યો છે. ત્યારે આજે શહેરના નામાંકિત રેસ્ટોરન્ટ સન્નીપાજી દા ઢાબામાંથી ખાદ્ય પદાર્ધોના નમૂનાનું પૃથ્થકરણ કરતા સેમ્પલ સબસ્ટાન્ડર્ડ થયાના અહેવાલ સામે આવ્યા છે.
શહેરના યાજ્ઞિક રોડના સર્વેશ્વર ચોક ખાતે આવેલા સન્ની પાજી દા ઢાબા ફૂડ પાર્સલમાં (Sunny Paji Da Dhaba Food Parcel)થી રાજકોટ મહાનગરપાલિકા RMC દ્વારા પંજાબી ગ્રેવી, મંચુરિયન ડ્રાયના નમૂના લીધા હતા. નમૂનાનું પૃથ્થકરણ ફૂડ એનાલિસ્ટ દ્વારા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ લેબોરેટરીના રિપોર્ટમાં સન્નીપાજીદા ઢાબામાંથી લીધેલા નમૂના સબસ્ટાનડર્ડ જાહેર થયા છે. ત્યારે શહેરના નાગરિકો માટે ખાદ્ય ખોરાક પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનતો જાય છે. સતત મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ કાર્યરત હોવા છતાં પણ અખાદ્ય ચીજોની મીલાવટ કરતા મીલાવટ ખોર સુધરવાનું નામ નથી લેતા.
સન્નીપાજી દા ઢાબામાંથી લીઘેલા પંજાબી ગ્રેવીના નમૂનામાંથી રિપોર્ટમાં સિન્થેટિક ફૂડ કલર સનસેટ યલ્લો FCF અને કમોર્ઝીનની હાજરી મળી આવી છે. સનીપાજી દા ઢાબામાંથી લીધેલા મંચુરિયન ડ્રાયના નમૂનામાંથી સિન્થેટીક ફૂડ કલર સનસેટ યલ્લો અને કર્મોઝીનની હાજરી મળી હતી. ટૂંકમાં બંને ખાદ્ય ચીજોના સેમ્પલ સબસ્ટાનડર્ડ જાહેર થયા છે. ત્યારે ખાણીપીણીના ધંધાર્થીઓ અને રેસ્ટોરન્ટો પર સતત મહાનગરપાલિકા દ્વારા વોચ રાખવામાં આવે તેવી લોક માંગણ ઉઠી છે. સાથે જ મોંઘી હોટેલોમાં પણ સમયાંતરે અચાનક દરોડા કરી ફૂડ ક્વાલિટીની તપાસ કરવામાં આવે તો તેમના પણ બ્રાન્ડ નેમને ડાઘ લાગે તેમ છે તેવી લોક મુખે ચર્ચા ચાલી રહી છે.
ફૂડ ઓન વ્હિલ્સ સાથે રાખે મહાનગરપાલિકાના ફૂડ વિભાગે બોલાવી ઘોંસ. ફૂડ વિભાગે પારેવડી ચોકથી કુવાડવા રોડ વિસ્તારમાં ચકાસણીનું ઝુંબેશ હાથ ધર્યું હતું. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ 40 પેઢીની ચકાસણી કરવામાં આવેલ જેમાં 06 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડાપીણાં, દૂધ, પ્રિપેર્ડ ફૂડ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ 14 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
- કૃષ્ણમ ટી સ્ટોલ -લાઇસન્સ બાબતે નોટિસ
- મુરલીધર ડિલક્સ પાન & કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ બાબતે નોટિસ
- હોટલ દ્વારકાધીશ -લાઇસન્સ બાબતે નોટિસ
- કૃષ્ણમ ડિલક્સ પાન & કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ બાબતે નોટિસ
- ગાયત્રી મદ્રાસ કાફે -લાઇસન્સ બાબતે નોટિસ
- અન્નપૂર્ણા પાન -લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ