Homeગુજરાતનિર્માણાધીન ફાયર સ્ટેશન, કોમ્યુનિટી હોલ અને લાઈબ્રેરીની મુલાકાત લેતા RMC કમિશનર

નિર્માણાધીન ફાયર સ્ટેશન, કોમ્યુનિટી હોલ અને લાઈબ્રેરીની મુલાકાત લેતા RMC કમિશનર

-

Rajkot: રાજકોટ મહાનગરપાલિકા(RMC)  દ્વારા શહેરીજનોને વિવિધ સુવિધાઓનું માળખું ઉપલ્બધ કરવાવા મનપા દ્વારા કેટલાક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. જે પ્રોજેક્ટની રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ આજે તા.૫-૭-૨૦૨૧ના રોજ  મુલાકાત કરી હતી.

રાજકોટ મહાનગરપાલિકા(Rajkot municipal corporation) કમિશનર અમિત અરોરાએ આજરોજ નિર્મલા રોડ પર નિર્માણાધીન ફાયર સ્ટેશનની મુલાકાત લીધી હતી. સાથે જ પશ્ચિમ ઝોનમાં સ્થિત શ્રી બાબુભાઈ વૈદ્ય લાઈબ્રેરી તેમજ વોર્ડ નંબર-૯ માં બની રહેલા કોમ્યુનિટી હોલની પણ મુલાકાત કરી હતી.

વોર્ડ નંબર-૯માં નિર્માણ પામી રહેલા કોમ્યુનિટી હોલના ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ રહેશે, જ્યારે પ્રથમ માળે ૧૫૨૮૦ ચો.ફૂટનો નોન એસી હોલ અને અન્ય સુવિધા રહેશે. જ્યારે બીજો માળ સેન્ટ્રલ એર કન્ડિશનથી સજ્જ હશે. એર કન્ડિશન ધરાવતા બીજા માળનો હોલ પણ ૧૫૨૮૦ ચો.ફૂટનો હશે.  

મનપા કમિશનર એ નવા ફાયર સ્ટેશનની સાઈટ્ વિઝિટ દરમ્યાન કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી, તેમજ બાકીની કામગીરીનો શેડ્યુલ પણ માંગ્યો હતો. ઉપરાંત આ કાર્ય ઝડપભેર પૂર્ણ કરવા સંબંધિતોને સૂચના આપી હતી. ૨૨૪૫ ચો.મી.ની જગ્યામાં આશરે રૂ. ૯.૫ કરોડના ખર્ચે ગ્રાઉન્ડ પ્લસ સાત માળની ઈમારત બનાવવામાં આવી રહી છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વાહનોના પાર્કિંગ, ફાયર કંટ્રોલ રૂમ, તેમજ ઉપરના ફ્લોર પર ફાયર બ્રિગેડના સ્ટાફ માટેના ક્વાર્ટર (૩૨  ટુ બી.એચ.કે. ફ્લેટ) બની રહયા છે.

સાઈટ વિઝીટમાં મનપા કમિશનર અમિત અરોરા સાથે નાયબ મનપા કમિશનર ચેતન નંદાણી, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, સીટી એન્જીનિયર કે.એસ. ગોહેલ, લાઈબ્રેરીયન એન. એમ આરદેસણા તેમજ ડી. ઇ. ઇ. નિકેશ મકવાણા વગેરે હાજર રહયા હતા.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...